બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / It's a short lockdown, don't leave Delhi': Kejriwal's appeal to migrant workers

મહામારી / હું હાથ જોડું છું...દિલ્હી સીએમ કેજરીવાલે પ્રવાસી મજૂરોને કરી આ મોટી અપીલ

Hiralal

Last Updated: 03:37 PM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 દિવસના લોકડાઉનની જાહેરાત કર્યા બાદ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પ્રવાસી મજૂરોને હાથ જોડીને અપીલ કરી કે તમે દિલ્હી છોડીને ન જાવ.

  • દિલ્હી CM કેજરીવાલે હાથ જોડીને કરી આ મોટી અપીલ 
  • પ્રવાસીઓ દિલ્હી છોડીને ન જાય-કેજરીવાલ
  • આ એક નાનું લોકડાઉન છે અને નાનું જ રહેશે

સીએમ કેજરીવાલે પ્રવાસીઓને જણાવ્યું કે આ એક નાનુ લોકડાઉન છે, તમારે શહેર છોડીને ક્યાંય જવાની જરુર નથી. તમારા આવવા જવા ઘણા પૈસા ખર્ચાઈ જશે. દિલ્હીમાં રહો, હું તમારા માટે બેઠો છું ને. આ એક નાનું લોકડાઉન છે અને નાનું જ રહેશે. મને પૂરી આશા છે કે આ લોકડાઉનને વધારવાની જરુર નહીં પડે. તમે દિલ્હીમાં રહો. વિશ્વાસ રાખજો કે આપણે સૌ સાથે મળીને કોરોનાની સામે લડીશું. 

દિલ્હીમાં 6 દિવસ માટે લોકડાઉન લગાવાયું

દિલ્હીમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં 6 દિવસ માટે લોકડાઉન લગાવાયું છે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્તાવાર જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું દિલ્હીમાં કેટલાક દિવસો માટે લોકડાઉન લગાવવું જરૂરી છે. આજ રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવાર સવાર સુધી(6 દિવસ) લોકડાઉન લગાવાશે. લગ્નની સિઝન છે, તેના સંબંધો તોડવા નથી માંગતા, પરંતુ 50 લોકો સાથે યોજાય. આ નાનું લોકડાઉન છે 6 દિવસનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં એટલો સમય ખરાબ થઇ જશે. આને વધારવાની જરૂરિયાત નહીં પડે. તમે દિલ્હીમાં રહો. આપણે સૌ સાથે મળીને આ મુશ્કેલી સામે લડીશું. હું તમારો સંપૂર્ણ ખ્યાલ રાખીશ. હું છું ને મારા પર ભરોસો રાખો. તમે સૌ લોકો જાણો છો કે, મેં હંમેશા લોકડાઉનનો વિરોધ કર્યો છે. લોકડાઉનથી કોરોનાની સ્પિડ ઓછી થઇ જાય છે. દિલ્હીમાં સૌથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે અમે આંકડા છુપાવ્યા નથી : CM કેજરીવાલ

કેજરીવાલે દિલ્હીની જનતાને સંબોધતા કહ્યું કે, જનતાના સહકાર વગર કોરોનાને રોકવો શક્ય નથી. જનતાનો સહયોગ જરૂરી છે. દિલ્હીમાં 1 લાખથી વધુ ટેસ્ટ થઇ રહ્યા છે. દિલ્હીમાં સૌથી વધુ ટેસ્ટ થઇ રહ્યા છે. હાલ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની અછત આવી રહી છે. દરરોજના 25-25 હજાર દર્દીઓ આવી રહ્યા છે. અમે કોરોનાના આંકડા છુપાવતા નથી.

કેન્દ્ર સરકારથી મળી રહી છે તમામ મદદઃ CM કેજરીવાલ

વધુમાં કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે, અમારી વાતચીત ચાલી રહી છે. કેન્દ્ર તરફથી અમને મદદ મળી રહી છે. દિલ્હીમાં ઑક્સિજન અને દવા અછત આવી રહી છે. આ તથ્ય ડરાવવા નહીં પરંતુ આ તમામ પરિસ્થિતિ છે. આના પર ચર્ચા કરવા આ પરિસ્થિતિ જણાવી છે. દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે.

કડક પગલા નહીં લઇએ તો હેલ્થ સિસ્ટમ પડી ભાંગશે, ત્રાસદી થશેઃ CM કેજરીવાલ

દિલ્હીમાં કોરોનાની ચોથી વેવ આવી છે. દુનિયાના કેટલાક શહેરોમાં 70 હજાર કેસ આવ્યા તો હચમચી ગયા છે. અમે અમારી વધુ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આજે 25 હજાર કેસ આવ્યા છે. અમારૂ હેલ્થ સેન્ટર તણાવમાં છે. હેલ્થ સિસ્ટમ પડી ભાંગશે. કોઇ પણ હેલ્થ સિસ્ટમની મર્યાદા હોય છે. દિલ્હીએ સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કર્યા છે. મોટા પ્રમાણમાં કામ થયા છે. 25000 ઉપર કેસ પણ તંત્ર ચાલી રહ્યું છે. તેથી જો હજુ સુધી કોઇ કડક નિર્ણય ન લેવાયા તો પરિસ્થિતિ ખુબ જ ગંભીર આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ