બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ITR Filling after Deadline late fine after 31 july will impose 5000 rupees

તમારા કામનું / ઉતાવળ કરો! આજે IT રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ, હવે મોડા પડ્યાં તો થશે મસમોટો આટલાં હજારનો દંડ

Arohi

Last Updated: 09:06 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ITR Filling: જો તમે પણ ટેક્સપેયર છો અને અત્યાર સુધી તમે પોતાનું ITR નથી ભર્યું તો આજે જ ભરી લો. ITR ફાયલિંગની ડેડલાઈન પુરી થયા બાદ તમારા પર ભારે પેનલ્ટી લાગી શકે છે.

  • આજે છે ITR ભરવાની છેલ્લી તારીખ 
  • આજે જ ભરી નાખો તમારૂ ITR
  • ડેડલાઈન પુરી થયા બાદ લાગશે પેનલ્ટી 

આજે 31 જુલાઈ છે અને આજે જ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો છેલ્લો દિવસ છે. જો તમે ઈનકમ ટેક્સની મર્યાદામાં નથી આવતા તો પણ તમને ITR ફાઈલ કરવું જોઈએ. સમય પર ITR ફાઈલ કરવાના ઘણા ફાયદા છે. પરંતુ ત્યાં જ જો તમે પોતાનું ITR ફાઈલ કરવાનું ચુકી જશો તો તમને ભારે નુકસાન થઈ શકે છે. 

આજે ડેડલાઈન ખતમ થયા બાદ તમને ITR ફાઈલ કરવા માટે દંડ ભરવો પડશે. જણાવી દઈએ કે સરકા આ વખતે ITR ફાઈલિંગની ડેડલાઈનને આગળ વધાવવાના મૂડમાં નથી. તેમણે સ્પષ્ટ કરી દીધુ છે કે આ વખતે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગની ડેડલાઈનને નહીં વધારવામાં આવે. 

જો તમે 31 જુલાઈ 2023 સુધી પોતાનું ITR દાખલ નથી કરવા માંગતા તો તમે ડિસેમ્બર 31 સુધી પોતાનું ઈનકમ ટેક્સ રિટર્ન ભરી શકો છો. જોકે તેના માટે તમારે દંડ ભરવો પડી શકે છે. આવો જણાવીએ તમારે કેટલો દંડ ભરવો પડી શકે છે. 

કેટલો લાગશે દંડ? 
31 જુલાઈ બાદ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનાર ટેક્સપેયર્સને લેટ ફી ચુકવવી પડે છે. જો કોઈ ઈન્ડિવિઝ્યુઅલ વર્ષમાં પાંચ લાખ રૂપિયાથી વધારેની કમાણી કરે છે તો તેને લેટ ફાઈનના રૂપમાં 5000 રૂપિયા આપવાના રહેશે. જો કોઈ ટેક્સપેયર્સની વાર્ષિક ઈનકમ પાંચ લાખ રૂપિયાથી ઓછી છે તો તેને લેટ ફીના રૂપમાં 1,000 રૂપિયાની ચુકવણી કરવી પડશે. દંડની સાથે મોડુ રિટર્ન ફાઈલ કરવાનો ઓપ્શન 31 ડિસેમ્બર, 2023 સુધી મળશે. 

જેલ પણ થઈ શકે છે
ધ્યાન રાખો કે ટેક્સ ભરવો અને ITR ફાઈલ કરવું આ બન્ને અલગ અલગ વસ્તુ છે. જો તમે ટેક્સેબલ ઈનકમની મર્યાદામાં આવો છો તો તમારે દર વર્ષે પોતાનો ટેક્સ ચુકવવો જ પડશે. પરંતુ જો તમાં નથી આવતા તો પણ તમારે ITR જરૂર ફાઈલ કરવું જોઈએ. ટેક્સ ન ભરવો તો અપરાધ છે જ ITR ફાઈલ ન કરવાની સ્થિતિમાં પણ સજાની જોગવાઈ છે. 

જો કોઈ શખ્સ, 142(1)(i), કે 148 કે 153Aની કલમ હેઠળ મોકલેલી નોટિસ છતાં પોતાનું ITR ફાઈલ નથી કરતું તો તેના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. તેના હેઠળ 3 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને સાથે જ તમને દંડ પણ ચુકવવો પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ