બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / It rained in 121 talukas of the state till 4 pm

મેઘાડંબર / VIDEO: મેઘસવારી ગુજરાતમાં આવી! 121 તાલુકાઓ તરબોળ: જુઓ ક્યાં કેટલો વરસ્યો વરસાદ

Dinesh

Last Updated: 06:01 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે, મોરબીમાં 3.4 ઇંચ અમદાવાદના ધંધુકામાં 2 ઇંચ અને લિંબડીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

  • રાજ્યમાં 48 તાલુકામાં વરસાદ 
  • બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો વરસાદ 
  • સૌથી વધુ મોરબી જિલ્લામાં 3.4 ઇંચ વરસાદ 


ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે મેઘરાજાએ પણ ધબધબાટી બોલાવાની શરૂ કરી દીધી છે. ગઈકાલે સૌરાષ્ટ્રના વિવિધ વરસાદ ખોબક્યો હતો. ત્યારે આજે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજ સવારથી જ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

રાજ્યમાં મેઘસવારી
આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 121 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ખેડાના મહેમદાવાદમાં 111 MM નોંધાયો છે જ્યારે નડિયાદમાં 110 અને ઉમરગામમાં 98 MM વરસાદ નોંધાયો છે. મોરબીમાં 82, અંજારમાં 53 તેમજ ખેડાના મહુધામાં 53 MM વરસાદ નોંધાયો છે. વલસાડના વાપીમાં 52 MM,  ધધુંકામાં 50 તેમજ  આણંદમાં 48 અને ગલતેશ્વરમાં 48 MM વરસાદ નોંધાયો છે. 

 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ
જો કે, વાત કરવામાં આવે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીના વરસાદની તો રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોરબી જિલ્લામાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અમદાવાદના ધંધુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે લિંબડીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અત્રે તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

અમદાવાદ શહેરમાં 1 ઈંચ વરસાદ 
અમદાવાદ શહેરમાં સરેરાશ વરસાદ 1 ઈંચ જેટલો નોંધાયો છે, સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદની વાત કરવામાં આવે તો સરખેજમાં 45.50 MM વરસાદ નોંધાયો છે જ્યારે જોધપુરમાં 37.50 MM ઉસ્માનપુરામાં 34.50 અને ચાંદલોડિયામાં 18 અને ઓઢવમાં 22.50 MM વરસાદ નોંધાયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ