બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / It has come to light that foreign liquor is being trafficked in Vadodara

સફળતા / વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરે અજમાવ્યો નવો કીમિયો: દવાની આડમાં દારૂ મંગાવતા પોલીસે દબોચી લીધો

Kishor

Last Updated: 11:26 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરે નવો કીમિયો અજમાવ્યો પર્દાફાશ થયો છે. જે મામલે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરે અજમાવ્યો નવો કીમિયો
  • દવાના પાર્સલમાં મંગાવ્યો વિદેશી દારૂનો જથ્થો
  • પાર્સલ શંકાસ્પદ જણાતા કુરિયર કંપનીએ કરી પોલીસને જાણ

વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી થતીં હોવાનું સામે આવ્યું છે.વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરે નવો કીમિયો અજમાવ્યો છે. જેમાં દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી. દારૂ માટે બુટલેગરો નવા નવા રસ્તા અજમાવી રહ્યાં હોવા છતાં પોલીસ દ્વારા આ મામલે સફળ કાર્યવાહી કરી રહી છે. 

પાર્સલમાં વિદેશી દારૂની વાસ આવતી હોવાથી કર્મચારીઓને ગઈ હતી શંકા
બુટલેગરે દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ દરમિયાન પાર્સલ શંકાસ્પદ જણાતા કુરિયર કંપનીએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાર્સલ ખલીને જોતા પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે બાદ બુટલેગરને પકડવા માટે પોલીસે કુરિયર કંપનીના કર્મચારી બનીને બુટલેગર પર વોચ ગોઠવી હતી. ત્યારે ટેમ્પામાં પાર્સલ લેવા આવેલા બંટી ઘનશ્યામ યાદવની પોલીસે રંગે હાથ ધરપકડ કરી લીધી હતી.જે વેળાએ જાણવા મળ્યું હતું કે ખાલિદ શેખ નામના શખ્સે પાર્સલ લેવા માટે બંટીને મોકલ્યો હતો..

હાલ તો પોલીસે ખાલિદ શેખને વોન્ટેડ જાહેર કરીને દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો અને ટેમ્પાને પણ જપ્ત કર્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને વોન્ટેડ આરોપી ખાલિદ શેખની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આમ બુટલેગરો દારૂની હેરાફેરી માટે નતનવા કિમિયા અપનાવે છે.ત્યારે પોલીસ પણ આ બુટલેગરોના નવા નાવ કીમિયાનો પર્દાફાશ કરે છે અને તેને જેલના હવાલે કરે છે. હાલ પોલીસે ખાલિદ શેખને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ