બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / IT department's action in case of bogus donation to political parties

એક્શન / IT વિભાગનો સપાટો: ગુજરાતનાં 4 હજાર ટેક્સપેયર્સને એકસાથે નોટિસ, પોલિટિકલ પાર્ટીઓને ડોનેશન મામલે કાર્યવાહી

Khyati

Last Updated: 02:11 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં રાજકીય પક્ષોને ડોનેશન આપી કરચોરીની આશંકા, બોગસ ડોનેશન મુદ્દે IT વિભાગે ફટકારી નોટિસ

  • રાજકીય પક્ષોને ડોનેશન આપી કર ચોરીની આશંકા
  • IT વિભાગ સમગ્ર મામલે થયું સક્રિય 
  • રાજ્યના 4 હજાર ટેક્સપેયર્સને IT વિભાગે ફટકારી નોટિસ

ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80GGC અને 80GGB હેઠળ વ્યક્તિઓ અને કંપનીઓ દ્વારા રાજકીય પક્ષને દાનમાં આપેલી રકમના 100% પર કપાતનો દાવો કરી શકે છે. જો તે પાત્ર કરદાતાની કરપાત્ર આવક કરતાં વધુ ન હોય તો સમગ્ર યોગદાનને કર કપાત માટે મંજૂરી આપવામાં આવે છે. આ કલમનો ફાયદો ઉઠાવીને ઘણી કંપનીઓ અને વ્યક્તિઓ ઇન્કમ ટેક્સ ભરવામાંથી છટકબારી શોધતી હોય છે. જેની સામે ગુજરાત રાજ્ય ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ તરફથી લાલ આંખ કરવામાં આવી છે.

બોગસ ડોનેશન મુદ્દે IT વિભાગ એક્શનમાં 

ગુજરાતમાં આઇટી વિભાગે ફરી એકવાર સપાટો બોલાવ્યો છે.  રાજકીય પક્ષોને ડોનેશન આપી કર ચોરીની આશંકા જણાતા  IT વિભાગ સક્રિય થયું છે.બોગસ ડોનેશન મુદ્દે IT વિભાગે રાજ્યના 4 હજાર ટેક્સપેયર્સને નોટિસ ફટકારી છે. ઇન્કમટેક્સ બચાવવા રાજકીય પક્ષોને ડોનેશન અપાતા હોય છે. વળી જે પાર્ટી સક્રિય ન હોય તેવી પાર્ટીમાં ડોનેશન દર્શાવીને કરચોરી કરતા હોય છે. વળી ટેક્સ પે ન કરવો પડે તે માટે  પાર્ટીનું રજિસ્ટ્રેશન કરાવીને ડોનેશનના નામે કરચોરી થતી હોય તેવી આશંકા સેવવામાં આવી છે જેને લઇને આઇટી વિભાગ દ્વારા નોટિસ ફટાકારીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મહત્વનું છે કે અગાઉ પણ અનેક સંસ્થાઓ, કરદાતા અને ટ્રસ્ટો દ્વારા કરચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આઇટી વિભાગ દ્વારા  4 હજાર ટેક્સપેયર્સને નોટિસ ફટકારીને બોગસ ડોનેશનની ખરાઇ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ