બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Israeli attack in Iran shakes stock market, Fall in Sensex-Nifty

Stock Market Crash / ઈરાનમાં ઇઝરાયલી એટેકથી હચમચી ઉઠ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટી ધડામ

Published By: Vidhata

Last Updated: 10:09 AM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન પર ઇઝરાયલે કરેલી જવાબી કાર્યવાહીની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો છે, શેરબજાર શરૂઆતનાં ટ્રેડિંગમાં જ ધડામ થઈ ગયું.

ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરતા ઈરાન પર મિસાઈલથી હુમલો કરી દીધો છે, જેને કારણે મોટા પાયે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ચુકી છે. ઈરાન સામે ઇઝરાયલની જવાબી કાર્યવાહીની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી છે. Sensex અને Nifty માં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી ટ્રેડિંગમાં જ શેરબજારમાં કડાકો થયો. સેન્સેક્સ આજે 489 પોઈન્ટ ઘટીને 71,999.65 પર ખુલ્યો અને લગભગ 600 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 21,788.25 પર ટ્રેડ કરી રહ્યો છે.

BSE સેન્સેક્સના તમામ ટોચના 30 શેરોમાંથી, ITC અને Titanના શેરમાં તેજી જોવા મળી હતી, પરંતુ બાકીના 28 શેરમાં ઘટાડો થયો છે. આઈફોસિસમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય AXIS, L&T, Nestle જેવા શેર પણ 1.50 ટકાથી વધુ તૂટ્યા છે. જ્યારે NSEના 1800 શેર્સ ઘટાડા પર છે, જ્યારે 344માં તેજી જોવા મળી રહી છે.

વધુ વાંચો: પૈસાદાર થયા રોકાણકારો: 10 હજારની SIPના થઈ ગયા 78 લાખ, રિટર્નના આંકડા રસપ્રદ

તમામ સેક્ટર્સમાં મોટો ઘટાડો

NSEના 2,214 શેરોમાંથી, 53 શેરમાં લોઅર સર્કિટ છે, જ્યારે 40માં અપર સર્કિટ છે. 15 સ્ટોક 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. બેંક નિફ્ટી આજે લગભગ 300 ટકા તૂટ્યું છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 150 પોઈન્ટ સુધીનો ઘટાડો થયો છે. આ સિવાય આજે નિફ્ટીના તમામ સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઓટોથી લઈને આઈટી, હેલ્થકેર અને ઓઈલમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Iran Israel Clash Israel Israel attacks iran Stock Market Crash iran nifty sensex share market Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ