બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Is underworld don Dawood Ibrahim dead? latest update

નવું અપડેટ / ભારતથી તો છટકી ગયો પણ કુદરતથી ન છટકી શક્યો દાઉદ ઈબ્રાઈમ, મોતની ખબર વચ્ચે ભાણિયાના દાવાથી સનસનાટી

Hiralal

Last Updated: 05:21 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝેરથી દાઉદ ઈબ્રાઈમના મોતની અફવાના બીજા જ દિવસે ભારતમાં રહેતા તેના ભાણીયાએ એક મોટો દાવો કરતાં કહ્યું કે મામા બીમારીઓને કારણે હોસ્પિટલમાં એડમિટ છે.

  • ઝેરથી દાઉદ ઈબ્રાઈમના મોતની ખબર ખોટી નીકળી
  • હવે દાઉદના ભારતમાં રહેતા ભાણિયાનો દાવો
  • દાઉદને હાઈપર ટેન્શન, બ્લડ પ્રેશર અને કિડનીની બીમારી 

ભારતના મોસ્ટ વોન્ટેડ અને 1993ના મુંબઈ બોંબ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાઈમના મોતની ખબર સોશિયલ મીડિયામાં છવાઈ છે. દાવો હતો કે દાઉદને કોઈએ ઝેર આપીને મારી નાખ્યો છે જોકે આ અફવા નીકળી હતી. ફેક ન્યૂઝના બીજા દિવસે ભારતમાં રહેતા તેના બે ભાણીયાએ દાઉદના હોસ્પિટલમાં રહેવાનું કારણ આપ્યું છે. 

શું બીમારી છે દાઉદ ઈબ્રાઈમને 
સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદના બે ભાણિયા અલીશાહ પારકર અને સાજિદ વાગલેએ એવું કહ્યું કે દાઉદ આજકાલ બીમાર છે. હાઇપર ટેન્શન, બ્લડ પ્રેશર અને કિડનીની સમસ્યાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કરાંચીની હોસ્પિટલમાં દાખલ છે તે વાત સાચી નીકળી
દાઉદ ઈબ્રાઈમ બીમારીઓને કારણે કરાંચીની હોસ્પિટલમાં દાખલ છે તે વાત સાચી નીકળી છે પરંતુ તેના મોતની ખબર ખોટી છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. દાઉદને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદથી જ તેની સુરક્ષા પહેલાની સરખામણીમાં કડક કરી દેવામાં આવી છે. તે જ્યાં હાજર છે તે હોસ્પિટલના ફ્લોર પર તેના નજીકના સંબંધીઓ અને ડોકટરો સિવાય કોઈને પણ મંજૂરી નથી. જે રીતે અજ્ઞાત લોકો હવે એક પછી એક પાકિસ્તાનમાં આતંકીઓને નિશાન બનાવી રહ્યા છે, તે બાદ પાકિસ્તાની એજન્સીઓએ દાઉદનું સુરક્ષા વર્તુળ કડક કરી દીધું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ