બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / ipl cricketer rahul sharma is being retire from international cricket

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડીએ લીધી નિવૃત્તિ, રેવ પાર્ટીમાં નામ આવતા થયો હતો બદનામ

Khevna

Last Updated: 02:25 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2011માં ચમકનારા સ્ટાર ક્રિકેટર રાહુલ શર્મા હવે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લઇ રહ્યા છે. જાણો વિગતવાર

  • IPL સ્ટાર રાહુલ શર્મા લઇ રહ્યાં છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ 
  • IPL ૨૦૧૧માં ચમક્યા હતા રાહુલ શર્મા 
  • રાહુલની ડેબ્યૂ વન ડે મેચમાં સેહવાગે બેવડી સદી ફટકારી હતી

IPL સ્ટાર રાહુલ શર્મા લઇ રહ્યાં છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ 

ટીમ ઇન્ડિયાનાં લેગ સ્પિનર રાહુલ શર્મા ઇન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસ લઇ રહ્યા છે. રાહુલની ઇન્ટરનેશનલ કરિયર કંઈ ખાસ રહી નથી. IPLમાં પોતાની ચમક વિખેરનાર રાહુલની કરિયર રેવ પાર્ટી, ઈજા અને ત્યાર બાદ ખરાબ ફોર્મને લીધે ખરાબ થઇ ગઈ છે. 

પંજાબના જલંધરમાં જન્મેલા રાહુલ શર્મા આ વર્ષે 30 નવેમ્બરનાં રોજ ૩૬ વર્ષના થઇ જશે. તેમણે ટ્વીટર પર એક ઈમોશનલ લેટર શ્રે કરતા ક્રિકેટને અલવિદા કહ્યું છે. તેમણે લખ્યું  છે કે હું ઇન્ટરનેશનલ ક્રિકેટ સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી પણ સન્યાસનું એલાન કરું છું. 

IPL ૨૦૧૧માં ચમક્યા હતા રાહુલ શર્મા 

રાહુલ શર્મા રોડ સેફટી વર્લ્ડ સીરીઝની બીજી સીઝનમાં જોવા મળશે. આ જ કારણ છે કે તેમણે રોડ સેફટી ટૂર્નામેન્ટમાં રમવા માટે રિટાયરમેંટનું એલાન કર્યું છે. રાહુલ શર્માની આઇપીએલ ૨૦૧૧ સીઝન શાનદાર રહી હતી. આ સિઝનમાં તેમણે પૂના વોરીયર્સ માટે રમીને 14 મેચમાં 16 વિકેટ મેળવી હતી. આ જ કારણ છે કે આ જ વર્ષે તેમને ટીમ ઇન્ડિયામાં પણ ડેબ્યૂની તક મળી હતી. 

રાહુલની ડેબ્યૂ વન ડે મેચમાં સેહવાગે બેવડી સદી ફટકારી હતી 
8 ડીસેમ્બર ૨૦૧૧ના રોજ ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર રાહુલ શર્માએ 4 વન ડે અનર 2 ટી20 મેચ રમી છે. આ દરમિયાન, તેઓ પોતાની છાપ ન છોડી શક્યા અને પછી તેમને ટીમમાં ફરી તક ન મળી શકી. રાહુલે વન ડેમાં 6 અને ટી20માં 3 જ વિકેટ લીધી હતી. રાહુલે વેસ્ટ ઇન્ડીઝ સામે ઇન્દોર વન ડે મેચથી ડેબ્યૂ કર્યું હતું. આ જ મેચમાં પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે બેવડી સદી ફટકારતા 149 બોલ પર 219 રણ બનાવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ