બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 this 10 players who got very less money but did crores of work for the team
Megha
Last Updated: 10:15 AM, 28 January 2024
ADVERTISEMENT
ક્રિકેટનો તહેવાર આવી રહ્યો છે....ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવામાં જો તમે પણ IPL ના ચાહક છો અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની 17મી સીઝનની તારીખોની જાહેરાતની રાહ જોઈ રહ્યા છો. IPL 2024, 22 માર્ચથી શરૂ થઈ શકે છે.
ADVERTISEMENT
હવે એ વાત તો જાણીતી જ છે કે IPL 2023માં, એમએસ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત ખિતાબ જીત્યો હતો. CSKએ શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું. રવિન્દ્ર જાડેજાએ મેચની છેલ્લી ઓવરમાં એક સિક્સ અને ફોર ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી.
જો કે આ IPL 2023માં ઘણા ખેલાડીઓ પૈસાથી અમીર બન્યા પરંતુ પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કરી શક્યા નહતા પરંતુ એવા 10 ખેલાડીઓ પણ હતા જેમને ફ્રેન્ચાઈઝીએ બહુ ઓછા પૈસા આપીને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. પરંતુ ઓછા પૈસામાં વેચાયેલા આ 10 ખેલાડીઓએ પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અજિંક્ય રહાણે
IPL 2023 માટે કોઈપણ ફ્રેન્ચાઇઝીએ અજિંક્ય રહાણેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. CSKએ માત્ર 50 લાખ રૂપિયા ખર્ચીને રહાણેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. પરંતુ રહાણેએ CSK માટે કરોડો રૂપિયાના ખેલાડીઓનું કામ કર્યું હતું અને CSK માટે 14 મેચમાં 32.60ની એવરેજથી 326 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે 2 અડધી સદી પણ પોતાના નામે કરી છે.
ઈશાંત શર્મા
ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બોલરને દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિઝનમાં કુલ 8 મેચ રમી હતી તેમાં ઈશાંત શર્માએ 20.60ની એવરેજ અને 8.24ના ઈકોનોમી રેટ સાથે બોલિંગ કરી છે. ઈશાંતે કુલ 10 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા.
મોહિત શર્મા
ગુજરાત ટાઇટન્સ વતી હંગામો મચાવનાર મોહિત શર્માનું નામ પણ આ યાદીમાં છે. ગુજરાતે તેને 50 લાખ રૂપિયા ખર્ચીને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો અને આ બોલરે 14 મેચમાં કુલ 25 વિકેટ લીધી હતી.
મયંક માર્કંડે
હૈદરાબાદે માત્ર 50 લાખ રૂપિયા ખર્ચીને મયંકને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો અને તેને 10 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. આ સમયગાળા દરમિયાન મયંકનો ઈકોનોમી રેટ 7.89 હતો. આ સિવાય તેણે એક મેચમાં 15 રન આપીને 4 વિકેટ લીધી હતી જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
નવીન-ઉલ-હક
આ અફઘાન ફાસ્ટ બોલર IPL 2023માં હેડલાઇન્સમાં રહ્યો હતો. નવીનને પણ લખનૌએ 50 લાખ રૂપિયા ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને તેને 8 મેચમાં 11 વિકેટ ઝડપી હતી.
પિયુષ ચાવલા
મુંબઈ ઈન્ડિયન્સના સ્પિન બોલર પીયૂષ ચાવલાનું નામ પણ આ યાદીમાં દેખાય છે. પીયૂષ ચાવલાએ આ સિઝનમાં 16 મેચ રમીને 22 વિકેટ પોતાના નામે કરી હતી.
સિકંદર રઝા
ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાને વર્ષ 2023માં પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પંજાબ તરફથી રમતી વખતે સિકંદર રઝાએ પોતાનું ઓલરાઉન્ડ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. રઝાએ અડધી સદી ફટકારી હતી આ સિવાય તેને બોલિંગ કરીને આ સિઝનમાં 3 વિકેટ પણ પોતાના નામે કરી હતી.
યશ ઠાકુર
લખનૌ સુપર જાયન્ટ્સે 45 લાખ રૂપિયા ખર્ચીને યશ ઠાકુરને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. તેણે 9 મેચ રમીને 13 વિકેટ ઝડપી હતી. તેના વિસ્ફોટક પ્રદર્શનથી તેણે એલએસજીને પ્લે-ઓફમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સુયશ શર્મા
KKRએ માત્ર 20 લાખ રૂપિયા ખર્ચીને સુયશ શર્માને પોતાની ફ્રેન્ચાઇઝીનો ભાગ બનાવ્યો હતો, પરંતુ સુયશે કરોડોનું કામ કર્યું છે. સુયશ શર્માએ 11 મેચમાં 10 વિકેટ લીધી હતી.
વધુ વાંચો: કાલથી અમદાવાદમાં હેન્ડીકેપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટી 20 સીરિઝ
નેહલ વાઢેરા
નેહલને મુંબઈએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તેને આ સિઝનમાં 10 ઇનિંગ્સમાં 141 રન બનાવીને 2 અડધી સદી પણ પોતાના નામે કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.