બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / Handicap cricket tournament begins in Ahmedabad, India-England T20 series to be played

મેચ / કાલથી અમદાવાદમાં હેન્ડીકેપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ટી 20 સીરિઝ

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:57 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: ભારત અને ઈંગ્લેન્ડની દિવ્યાંગ ટીમ વચ્ચે અમદાવાદમાં 28થી30 જાન્યુઆરી સુધી પાંચ ટી 20 મેચો રમાવાશે, એક મેચ ગુજરાત કોલેજના ગ્રાઉન્ડમાં અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

  • અમદાવાદમાં હેન્ડિકેપ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે
  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાશે ટુર્નામેન્ટ
  • ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ


અમદાવાદ શહેર પ્રથમ વખત હેન્ડીકેપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. જ્યાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરિસર વધુ એક મેચનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. જે સ્ટેડિયમમાં વિવિધ ટીમો વચ્ચે મેચો રમાઈ ચૂકી છે તે સ્ટેડિયમમાં આવતી કાલે ભારત અને ઇંગ્લેન્ડના હેન્ડીકેપ ખેલાડીઓ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે. 

ખેલાડીઓએ પ્રેક્ટીસ પણ શરૂ કરી દીધી
જે મેચને લઈને ખેલાડીઓએ પ્રેક્ટીસ પણ શરૂ કરી દીધી છે. ભારત અને ઇંગ્લેન્ડના હેન્ડીકેપ ખેલાડીઓ વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે. આ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટની 2 મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી ગ્રાઉન્ડમાં એક મેચ રેલવેના ગ્રાઉન્ડમાં, એક મેચ ગુજરાત કોલેજના ગ્રાઉન્ડમાં અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. તેમજ ભારતના ખેલાડીઓએ પણ મેચમાં સારું પર્ફોર્મન્સ આપવા માટે તૈયારીઓ પણ કરી દીધી છે.

કોણ છે ભારતીય દિવ્યાંગ ટીમનો કેપ્ટન
જીસીએના સેક્રેટરી અનિલ પટેલે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "ટીમો આવી ગઈ છે, અને બધા લોકો તેને મફત જોઈ શકશે. ભારતીય ટીમનો કેપ્ટન વિક્રાંત કેની છે જે મુંબઈનો રહેવાસી છે. 15 સભ્યોની ટીમ ઈન્ડીયામાં જમ્મુ-કાશ્મીરના ચાર, હરિયાણા અને મુંબઈના બે-બે ખેલાડીઓ છે - જેમાંથી એક કેપ્ટન વિક્રાંત કેની છે - અને મહારાષ્ટ્ર, વિદર્ભ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, યુપી અને ગુજરાતના એક-એક ખેલાડી છે. ગુજરાતના વાપીના 22 વર્ષીય રોહન વાઘેલા પણ ટીમમાં સામેલ છે

વાંચવા જેવું:  જૂનાગઢ PIનો મોટો કાંડ, 335 એકાઉન્ટના નકલી દસ્તાવેજો બનાવીને રુપિયા ઉઘરાવ્યાં, ATSની તપાસ

કેટલી મેચો રમાશે 
ભારત અને ઈંગ્લેન્ડની વિકલાંગ ટીમ વચ્ચે પાંચ ટી 20 રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-બી ગ્રાઉન્ડ 28 અને 30 જાન્યુઆરીએ પ્રથમ બે મેચની યજમાની કરશે, ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ ગુજરાત કોલેજ એ મેદાન પર, 3 ફેબ્રુઆરીએ રેલવે ગ્રાઉન્ડ પર મેચનું આયોજન કરવામાં આવશે અને 6 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Cricket News નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત-ઈંગ્લેન્ડ મેચ હેન્ડિકેપ ક્રિકેટ ટુર્નામેન્ટ ahmedabad news

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ