બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / junagadh bank account scam psi freezes 335 bank accounts and demands huge money to de freeze

ક્રાઈમ / જૂનાગઢ PIનો મોટો કાંડ, 335 એકાઉન્ટના નકલી દસ્તાવેજો બનાવીને રુપિયા ઉઘરાવ્યાં, ATSની તપાસ

Dinesh

Last Updated: 08:35 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

junagadh bank account scam: જૂનાગઢમાં 335 જેટલાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવાના કેસમાં માણાવદર CPI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દિપક જાનીને સસ્પેન્ડ કરાયા

  • બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવાનો કેસ
  • રેન્જ IGએ કરી 3 કર્મચારીઓ સામે કાર્યવાહી
  • માણાવદરના CPI તરલ ભટ્ટ સસ્પેન્ડ


જૂનાગઢમાં 335 જેટલાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા નાણાં માંગવાના કેસમાં રેન્જ આઈજીએ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. જેમાં માણાવદર CPI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દિપક જાનીને સસ્પેન્ડ કરાયા છે. 

રેન્જ આઇજી નિલેશ જાજડીયા

SOG PI અરવિંદ ગોહિલ પણ સસ્પેન્ડ
કેરળના કાર્તિક જગદીશ ભંડારીએ બેન્ક એકાઉન્ટ અન ફ્રીઝ કરવા માટે પોલીસ કર્મચારીઓએ નાણાં માંગ્યા હોવાની રજૂઆત કરી હતી. રજૂઆત બાદ તપાસ કરતાં ફ્રીઝ થયેલાં એકાઉન્ટથી ગરબડ થયાની શંકા ગઈ હતી. વધુ તપાસ કરતાં SOG ના PI અરવિંદ ગોહિલ અને ASI દિપક જાનીની સંડોવણી હોવાનુ ખુલ્યુ હતુ. તેથી તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. 

CPI તરલ ભટ્ટ

કેસની તપાસ ATS ને સોંપવામાં આવી
જ્યારે કેસની વધુ તપાસમાં માણાવદર CPI તરલ ભટ્ટનુ પણ સામેલ હોવાના પુરાવા મળતાં સસ્પેન્ડ કરાયા હોવાનુ રેન્જ આઇજી નિલેશ જાજડીયાએ જણાવ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે, અમદાવાદમાં એક કેસમાં તરલ ભટ્ટને સસ્પેન્ડ કરીને માણાવદર ખાતે બદલી કરવામાં આવી હતી. જૂનાગઢના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાના કેસમાં તરલ ભટ્ટની સંડોવણી બહાર આવતાં બીજી વખત સસ્પેન્ડ કરાયા છે. હાલમાં ક્યાં બેન્ક એકાઉન્ટ હોલ્ડર પાસેથી કોણે કેટલી રકમ લીધી છે તેના પુરાવા મેળવવા ATS ને તપાસ સોંપવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ