બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:37 AM, 23 May 2024
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની IPL 2024ની સફર એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામેની હાર સાથે સમાપ્ત થઈ. આ હાર સાથે RCBનું ફરી એકવાર ખિતાબ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. બેંગલુરુએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટું પુનરાગમન કર્યું અને આઈપીએલ પ્લેઓફમાં જગ્યા બનાવી, પરંતુ પ્રથમ જ નોકઆઉટ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
Our dream run has come to an unfortunate end tonight, but the pride and passion we've shown will forever inspire us. 🫡
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 22, 2024
Hold your heads high, team. You gave it everything. ❤️🩹#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB pic.twitter.com/9KrPdeJhNl
આ મેચ 4 વિકેટથી જીતીને RRએ ક્વોલિફાયર-2માં પોતાનું સ્થાન બનાવી લીધું છે, જ્યાં તેનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. આ હાર સાથે RCBનું ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. એ વાત રો જાણીતી જ છે કે RCB ટીમ 17 વર્ષમાં એકવાર પણ આઈપીએલ ટાઈટલ જીતી શકી નથી. આવી સ્થિતિમાં, અમે તમને તે પાંચ કારણો વિશે જણાવીએ જેના કારણે ગઇકાલની આ મેચમાં બેંગલુરુને હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટિંગમાં ઘણી નબળી દેખાતી હતી. ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. લો ટોટલ ટીમની હારનું સૌથી મોટું કારણ હતું.
આ મેચમાં આરસીબીના ફિલ્ડરો અત્યંત સુસ્ત દેખાતા હતા. રાજસ્થાનની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલ કેચ ચૂકી ગયો હતો. ટોમ કોહલર કેડમોરને પણ 5મી ઓવરમાં જીવનદાન મળ્યું હતું. યશ દયાલની ઓવરના પહેલા બોલે મિડવિકેટ પર ગ્લેન મેક્સવેલના હાથે કેચ થયો હતો. કેડમોરે 15 બોલમાં 20 રન બનાવ્યા હતા. સ્પિનર કર્ણ શર્મા સંજુ સેમસનને રન આઉટ કરવાની તક ચૂકી ગયો હતો.
So many memories, good and bad, but it’s been a journey to remember and cherish! ♥️
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 22, 2024
We can say for sure that the RCB fans are super proud of the character you guys showed! 🫡
Once an RCBian, always an RCBian… 🤗#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/2cCfoWOB8n
આ સિઝનમાં RCBની બેટિંગ લાઇનઅપ વિરાટ કોહલીની આસપાસ ફરતી હતી. ઓરેન્જ કેપ હોલ્ડર કોહલીએ 15 મેચોમાં 61.75ની જબરદસ્ત એવરેજ અને 154.69ની શાનદાર સ્ટ્રાઈક રેટથી મહત્તમ 741 રન બનાવ્યા. આ દરમિયાન, તેણે પાંચ અડધી સદી અને એક સદી ફટકારી, પરંતુ સૌથી મોટી મેચમાં તેનું બેટ શાંત રહ્યું. કોહલી 24 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મોટો સ્કોર ન કરી શક્યું તેનું મુખ્ય કારણ કોહલી હતો.
આમ તો ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને મોટી મેચના ખેલાડીઓ માનવામાં આવે છે, પરંતુ ગ્લેન મેક્સવેલનું ખરાબ ફોર્મ એલિમિનેટરમાં પણ ચાલુ રહ્યું હતું. તે ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. આખી સિઝનમાં, તે ચાર વખત 0ના સ્કોર પર આઉટ થયો હતો, જેમાં બે ગોલ્ડન ડક્સનો સમાવેશ થાય છે. મેક્સવેલ 5.8ની એવરેજથી માત્ર 52 રન બનાવી શક્યો. આ સાથે જ ઓસ્ટ્રેલિયન કેમેરોન ગ્રીનનું પણ આવું જ હતું. આ મેચમાં ગ્રીને 21 બોલમાં 27 રન બનાવ્યા હતા અને બોલિંગમાં પણ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો.
આ સાથે જ પ્રથમ બેટિંગ RCB માટે નુકસાનકારક હતી. પ્રથમ દાવમાં પિચ ખૂબ જ ધીમી હતી, જ્યારે બીજી ઇનિંગમાં ઝાકળ આવી હતી, જેના કારણે બોલરો માટે બોલને પકડવું મુશ્કેલ બન્યું હતું અને રાજસ્થાનના બેટ્સમેન માટે બેટિંગ સરળ બની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.