બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Shubman Gill said the reason for the defeat of Gujarat Titans is batting unit

IPL 2024 / ગુજરાત ટાઈટન્સની હારનું કારણ શું? બેટિંગ યુનિટ અંગે શુભમન ગિલે પાડ્યો ફોડ, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 08:34 AM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 ની 21મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 33 રનથી મળેલી હાર માટે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે તેના બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ક્યારેય હારી નથી પરંતુ રવિવારે તે બદલાય ગયું અને ગુજરાતની ટીમ હારી. લખનૌ સુપર જાયન્ટ્સે માત્ર 163 રન બનાવીને પણ ગુજરાતને જીતવા ન દીધું. લખનૌએ યશ ઠાકુર અને કૃણાલ પંડ્યાની બોલિંગના કારણે ગુજરાતને 130 રન જ બનાવવા દીધા હતા. એવામાં મેચ બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે બોલરને સારા ગણાવ્યા હતા પરંતુ હાર માટે નબળી બેટિંગને જવાબદાર ગણાવી હતી.

IPLના ઈતિહાસમાં લખનૌ સુપર જાયન્ટ્સની ગુજરાત ટાઈટન્સ પર આ પ્રથમ જીત છે. મેચ બાદ ગિલે કહ્યું કે 'મને લાગે છે કે વિકેટ બેટિંગ માટે સારી હતી પરંતુ અમારી બેટિંગ ખરાબ હતી. અમે સારી શરૂઆત કરી પરંતુ વચ્ચેની ઓવરોમાં વિકેટો ગુમાવી જેમાંથી અમે મેચમાં ફરી પકડ જમાવી શક્યા નહતા.' 

ગિલને જ્યારે તેના આઉટ થવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'મને લાગ્યું કે આ પાવરપ્લેની છેલ્લી ઓવર છે અને હું તેનો અહીં શક્ય તેટલો ઉપયોગ કરવા માંગતો હતો પણ હું બોલ ચૂકી ગયો. પરંતુ અમારા બોલરોને અહીં બોલિંગ કરતા જોઈને ખૂબ આનંદ થયો. અમે તેમને 160-165 પર રોકવાની આશા રાખતા હતા.'

IPL 2024 ની 21મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 33 રનથી મળેલી હાર માટે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે તેના બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા.નોંધનીય છે કે ગુજરાતની પ્રથમ વિકેટ 54 રન પર પડી હતી. પરંતુ આ પછી તેણે સતત વિકેટ ગુમાવી. સ્કોર 80 રન થયો ત્યાં સુધીમાં તેની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. 102 રન સુધી તેની 8 વિકેટ પડી ગઈ હતી. મધ્ય ઓવરોમાં સતત વિકેટ ગુમાવવી ગુજરાતને મોંઘી પડી.

વધુ વાંચો: VIDEO: પૃથ્વી શૉ હેરાન! બૂમરાહના યોર્કર બોલનો કોઈ તોડ નથી, સીધા ડાંડિયાડૂલ

સાથે જ ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ (58 રન)ની અડધી સદી બાદ યશ ઠાકુરના શાનદાર પ્રદર્શન (30 રનમાં પાંચ વિકેટ)ના કારણે એલએસજીએ ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું અને સતત ત્રીજી જીત નોંધાવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ