બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Prithvi Shaw was clean bowled by Jasprit Bumrah's gunshot-like killer yorker.

IPL 2024 / VIDEO: પૃથ્વી શૉ હેરાન! બૂમરાહના યોર્કર બોલનો કોઈ તોડ નથી, સીધા ડાંડિયાડૂલ

Published By: Vishal Dave

Last Updated: 09:31 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024ની 20મી મેચમાં જસપ્રીત બુમરાહે અદભૂત બોલિંગ કરી અને પૃથ્વી શોને તેના ખતરનાક 'યોર્કર' પર બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો

જસપ્રીત બુમરાહે વાનખેડે મેદાન પર ઈતિહાસ રચ્યો હતો. બુમરાહે ભારતીય બોલર તરીકે એક મોટો રેકોર્ડ હાંસલ કર્યો છે. દિલ્હી સામે મુંબઈના ફાસ્ટ બોલર બુમરાહે બે વિકેટ લીધી હતી અને કુલ 22 રન ખર્ચ્યા હતા. આ વિકેટ સાથે જસપ્રીત બુમરાહ IPLના ઈતિહાસમાં કોઈપણ એક ટીમ માટે 150 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે.

બુમરાહે પૃથ્વી શોને તેના ખતરનાક 'યોર્કર' પર બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો

દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી IPL 2024ની 20મી મેચમાં જસપ્રીત બુમરાહે અદભૂત બોલિંગ કરી અને પૃથ્વી શોને તેના ખતરનાક 'યોર્કર' પર બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ દરમિયાન પૃથ્વી 66 રન બનાવીને આઉટ થયો હતો. બુમરાહે આવતાની સાથે જ પૃથ્વીને પોતાનો શિકાર બનાવ્યો હતો. આવો ખતરનાક યોર્કર ઘણા સમયથી બુમરાહ તરફથી જોવા મળ્યો ન હતો, પરંતુ આ વખતે પૃથ્વી તેની જાળમાં ફસાઈ ગયો.

IPL 2024ની 20મી મેચમાં બુમરાહે 12મી ઓવરનો પાંચમો બોલ તેના પગ પર બરાબર ફેંક્યો હતો. યોર્કર એટલો ઝડપી અને સચોટ હતો કે પૃથ્વી પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને તે થોડી જ વારમાં બોલ્ડ થઈ ગયો. બુમરાહના આ બોલના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Clean Bowled Delhi Capitals IPL Jasprit Bumrah Prithvi shaw Yorker IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ