બ્રેકિંગ ન્યુઝ
પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલ 2024ની મેચ 18 એપ્રિલે મુલ્લાનપુરમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 9 રને જીતી લીધી હતી, પરંતુ મેચ જીત્યા બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્લોઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ALL THE FEELS 🥹🥹💙#MumbaiMeriJaan #MumbaiIndians #PBKSvMIpic.twitter.com/xIo8jdIpsU
— Mumbai Indians (@mipaltan) April 18, 2024
ADVERTISEMENT
IPL 2024 માં, 18 એપ્રિલે પંજાબ કિંગ્સ (PBKS) vs મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ હતી. મુંબઈએ આ મેચ રોમાંચક રીતે 9 રને જીતી લીધી, પરંતુ મેચ બાદ હાર્દિક પંડ્યાને મોટો ઝટકો લાગ્યો. મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલની આ સિઝનમાં પહેલી વાર સ્લોઓવર રેટ હેઠળ બોલિંગ કરી, જે પછી BCCIએ ટીમના કેપ્ટન પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
બીસીસીઆઈએ કહ્યું કે, આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં તેની ટીમ (મુંબઈ ઇન્ડિયન્સ)નો આ પહેલો ગુનો હતો, તેથી હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.
ADVERTISEMENT
Shubho Noboborsho, Kolkata 🫶 With love, KKR 💜 pic.twitter.com/dFFM3M26mW
— Shreyas Iyer (@ShreyasIyer15) April 14, 2024
ADVERTISEMENT
મુંબઈ ઇન્ડિયન્સનાં કેપ્ટન હાર્દિક પંડયા પર દંડ લાગ્યો, એ પહેલા IPLમાં સ્લોઓવર રેટથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના કેપ્ટન શ્રેયસ ઐયરને 16 એપ્રિલે ફટકો પડ્યો હતો. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની રમત દરમિયાન સ્લોઓવર રેટ રાખવા બદલ તેના પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. સ્લોઓવર રેટના કારણે, KKRને બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં નિર્ધારિત પાંચ ફિલ્ડરોની વિરુદ્ધમાં ચાર ફિલ્ડરો સાથે મેચ રમવી પડી હતી.
ADVERTISEMENT
3 એપ્રિલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 106 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં દિલ્હીએ બીજી વખત ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. જેના કારણે રિષભ પંત અને દિલ્હી કેપિટલ્સને ભારે નુકસાન થયું હતું. પંત પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવનના અન્ય સભ્યો પર (6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25%, બેમાંથી જે ઓછું હોય તે) દંડ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
The process! ➡️ pic.twitter.com/WdIiDyKAKj
— Rishabh Pant (@RishabhPant17) April 16, 2024
IPLમાં સતત બીજી વખત ધીમો ઓવર રેટ રાખવા માટે દોષિત મળી આવ્યા બાદ, BCCIએ પંત અને સમગ્ર દિલ્હી કેપિટલ્સ ટીમને સજા ફટકારી હતી. પંતે બીજી વખત IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ પહેલા ચેન્નઈ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 10 એપ્રિલે રમાયેલી મેચમાં ગુજરાતે રાજસ્થાનને 3 વિકેટે હરાવી દીધું હતું. પરંતુ મેચમાં સ્લોઓવર રેટના કારણે સંજુ સેમસન પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. શુભમન ગિલ IPLનો પહેલો કેપ્ટન હતો, જેના પર સ્લોઓવર રેટ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેન્નઈ સામેની આઈપીએલ મેચમાં શુભમન ગિલ નિર્ધારિત સમયમાં આખી ઓવર પૂરી કરી શક્યો નહોતો.
વધુ વાંચો: કોણ છે આ તિલક વર્મા? જેને IPLમાં તોડ્યો રેકોર્ડ, બન્યો રિષભ પંત બાદ આ કારનામું કરનાર ખેલાડી
જો IPLમાં પહેલીવાર કોઈ વ્યક્તિ સ્લોઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો તેના પર 12 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે. બીજી વખત, કેપ્ટનને 24 લાખ રૂપિયા અને ટીમના સભ્યોને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25%, બેમાંથી જે ઓછું હોય તે દંડ કરવામાં આવે છે. ત્રીજી વખત દોષિત સાબિત થવા પર કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.