બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Hardik Pandya got angry on players said There is no room for mistakes now
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 38મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં સંજુ સેમસનની કપ્તાનીમાં રમી રહેલી રાજસ્થાન રોયલ્સનો દબદબો સંપૂર્ણ રીતે જોવા મળ્યો હતો જેમાં બોલિંગમાં સંદીપ શર્માએ 5 વિકેટ અને યશસ્વી જયસ્વાલે બેટિંગમાં મેચ વિનિંગ સદી ફટકારી હતી.
ADVERTISEMENT
Lasith Malinga presents a special jersey to Mumbai Indians Captain Hardik Pandya, playing his 💯th match for the side 💙👏
— IndianPremierLeague (@IPL) April 22, 2024
Follow the Match ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @hardikpandya7 | @mipaltan pic.twitter.com/Dg5GBTDFsN
ADVERTISEMENT
આઈપીએલની આ સિઝનમાં 8 મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સની આ પાંચમી હાર છે અને હવે તેમના માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે આ મેચમાં ટીમની હારનું મુખ્ય કારણ ઇનિંગની શરૂઆતમાં જ વિકેટ ગુમાવવી હતી.
Lasith Malinga presents a special jersey to Mumbai Indians Captain Hardik Pandya, playing his 💯th match for the side 💙👏
— IndianPremierLeague (@IPL) April 22, 2024
Follow the Match ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @hardikpandya7 | @mipaltan pic.twitter.com/Dg5GBTDFsN
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હાર બાદ કહ્યું કે, 'અમે અમારી ઇનિંગની શરૂઆતમાં જ મુશ્કેલીમાં આવી ગયા હતા, જ્યારે અમે 20ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે અમે વિચાર્યું ન હતું કે અમે 180 રન સુધી પણ પહોંચી શકીશું પરંતુ તિલક અને નેહલે ખૂબ જ સારી બેટિંગ કરી હતી. અમે અમારી ઇનિંગ્સને અપેક્ષા મુજબ સમાપ્ત કરી શક્યા નહીં જેમાં અમે 10 થી 15 રન ઓછા બનાવ્યા. બોલિંગ પાવરપ્લેમાં અમારે બોલને વિકેટની અંદર ફેંકવાનો પ્રયાસ કરવો જોઈતો હતો, પરંતુ અમે તેમ કરતા જોવા મળ્યા ન હતા. રાજસ્થાને આ મેચમાં દરેક વિભાગમાં અમને હરાવ્યાં હતા.'
ADVERTISEMENT
Hardik Pandya : - What we can do is learn from this game and the mistakes that we have made, rectify them, and make sure that we don't repeat them. Progression is very important.#RRvsMI #RRvMI #MIvsRR #MIvRR #RohitSharma𓃵 #IPL2024 #TATAIPL #IPLonJioCinema #IPLonStar… pic.twitter.com/Xm1TKgC1AB
— Cricflip (@cric_flip) April 22, 2024
ADVERTISEMENT
પોતાના નિવેદનમાં હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે, 'આ મેચમાં અમે જે ભૂલો કરી છે તેને સુધારવાની જરૂર છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવી પડશે. આગળ વધવું જરૂરી છે અને આપણે આપણી ખામીઓને સ્વીકારીને તેના પર કામ કરવું પડશે. હું ખેલાડીઓની વધુ પડતી ટીકા કરવામાં માનતો નથી, હું તેમને સંપૂર્ણ સમર્થન આપું છું જેથી વધુ સારું ક્રિકેટ રમી શકાય. અમારે ભૂલો કરવાનું ટાળવું પડશે.'
ADVERTISEMENT
જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે તેની આગામી મેચ 27 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે, જ્યારે ટીમ હાલમાં 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.