બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Even after losing the match against CSK, this young player became a hero for RCB

IPL 2024 / CSK સામે મેચ હાર્યા બાદ પણ RCB માટે હીરો બન્યો આ યુવા ખેલાડી, કેપ્ટને કર્યા ભરપેટ વખાણ

Megha

Last Updated: 08:57 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ બેટિંગ કરતા RCBએ 173 રન બનાવ્યા હતા જેમાં ફાફ ડુ પ્લેસિસે ઝડપી શરૂઆત અપાવી હતી પણ છેલ્લે આ ખેલાડીની ઇનિંગના કારણે જ RCB ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

IPL 2024 ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યુ હતું. આ મેચમાં સીએસકે માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને IPLમાં કેપ્ટન તરીકે રૂતુરાજ ગાયકવાડની આ પ્રથમ મેચ હતી અને તેણે પોતાની પ્રથમ મેચમાં જ જીત મેળવી છે. 

આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBએ 173 રન બનાવ્યા, જેના જવાબમાં CSKએ સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો હતો. જો કે આરસીબી માટે એક યુવા ખેલાડીએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચ બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે આ ખેલાડીની પ્રશંસા કરી હતી. 

જાણીતું છે કે મેચની શરૂઆતમાં ફાફ ડુ પ્લેસિસે મેચમાં આરસીબીને ઝડપી શરૂઆત અપાવી હતી. તેણે 23 બોલમાં 35 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી મુસ્તફિઝુર રહેમાને રજત પાટીદાર, ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલને પેવેલિયન મોકલ્યા હતા. જેના કારણે આરસીબીની ટીમ ઓછા સ્કોર સુધી જ સીમિત હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ આ પછી આરસીબી માટે દિનેશ કાર્તિક અને યુવા અનુજ રાવતે શાનદાર ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓની ઇનિંગ્સના કારણે જ RCB ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. 

અનુજ રાવતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં તેને 25 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 48 રન બનાવ્યા હતા. જાણીતું છે કે અનુજ રાવતને RCB ટીમે 3.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છેલ્લા બોલે અનુજ રનઆઉટ થયો હતો અને આ કારણે તે પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. પરંતુ તે પોતાની બેટિંગથી બધાના દિલ જીતવામાં સફળ રહ્યો હતો. 

વધુ વાંચો: પંતની વાપસી તો પંજાબ કિંગ્સમાં પણ જોવા મળશે નવા નામ, આવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે, 'ચેન્નાઈની ટીમ મિડ ઓવરોમાં ઘણી સારી ટીમ છે અને અમે કદાચ 15-20 રનથી પાછળ પડી ગયા. પિચ એટલી ખરાબ ન હતી જેટલી અમે પહેલી 10 ઓવરમાં રમી હતી. ટાર્ગેટ ચેઝ કરવામાં તેઓ હંમેશા આગળ હતા, અમે કેટલીક વિકેટ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે અમારી પાસે પૂરતા રન નહોતા. અનુજ રાવતે સારું પ્રદર્શન કર્યું છે અને બતાવ્યું છે કે તે આગળ જઈને સારું પ્રદર્શન કરી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ