બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Rinku Singh hits 5 sixes off last 5 balls in stunning win for KKR

IPL 2023 / 6,6,6,6,6... રિંકુના 'સિક્સર પંચ'થી ગુજરાત ટાઇટન્સનો પરાજય, KKRની જીત, જુઓ VIDEO

Megha

Last Updated: 09:07 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 : ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં રિંકુ સિંહે કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને ત્રણ વિકેટથી જીત અપાવી હતી.

  • કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહે કર્યો કમાલ 
  • સતત પાંચ સિક્સર ફટકારીને ત્રણ વિકેટથી જીત અપાવી 
  • કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 29 રનની જરૂર હતી

IPL 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલની મેચ રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તે કારનામું કર્યું, જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આ મેચમાં પહેલા બેટિંગ કરીને ગુજરાત ટાઈટન્સે 205 રન કર્યાં હતા તો કોલકાતાની ટીમે છેલ્લી ઓવરમાં આ મેચ જીતી લીધી હતી. કોલકાતાના ખેલાડી રિંકૂ સિંહ આ જીતનો હીરો બન્યો છે. 

સતત પાંચ સિક્સર ફટકારીને ત્રણ વિકેટથી જીત અપાવી 
રવિવારે (9 એપ્રિલ) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં રિંકુ સિંહે કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને ત્રણ વિકેટથી જીત અપાવી હતી. જણાવી દઈએ કે મેચની છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 29 રનની જરૂર હતી અને એ સમયે છેલ્લી ઓવર યશ દયાલની હતી તે ઓવરમાં પહેલા બોલ પર ઉમેશ યાદવે એક રન લઈને રિંકુ સિંહને સ્ટ્રાઈક આપી હતી. ત્યારબાદ બેટ્સમેન રિંકુએ મેચમાં સિક્સરનો એવો વરસાદ કર્યો કે ગુજરાતની ટીમ જોતી જ રહી ગઈ. 

નોંધનીય છે કે રિંકુ સિંહ 21 બોલમાં 48 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો જેમાં છ સિક્સર અને એક ફોરનો સમાવેશ થાય છે. 

રાશિદ ખાનની હેટ્રિક વ્યર્થ ગઈ
જણાવી દઈએ કે ઈમ્પેક્ટ પ્લેયર વેંકટેશ અય્યરે પણ કોલકાતા નાઈટ રાઈડર્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વેંકટેશ અય્યરે 40 બોલમાં 83 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી જેમાં તેને આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જો કે વેંકટેશના આઉટ થયા પછી અચાનક રમતમાં વળાંક આવ્યો અને ગુજરાતના કેપ્ટન રાશિદ ખાને હેટ્રિક વિકેટ લીધી હતી. સાત વિકેટ પડ્યા બાદ ગુજરાતનો વિજય નિશ્ચિત જણાતો હતો પણ રિંકુએ મેચ પલટી દીધી હતી. 

ગુજરાતે આપ્યો હતો 205 રનનો ટાર્ગેટ 
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 204 રન બનાવ્યા હતા જેમાં વિજય શંકરે ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 24 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. શંકરે છેલ્લી ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી. ગુજરાત તરફથી સાંઈ સુદર્શને પણ 38 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2023 IPL 2023 news rinku Singh IPL rinku Singh KKR કોલકાતા નાઇટ રાઇડર્સ ગુજરાત ટાઇટન્સ રિંકુ સિંહ IPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ