બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Playoff scenario, points table and teams

Playoff / IPLના પ્લેઑફમાં પહોંચવા માટે કઈ ટીમના કેટલા ચાન્સ? CSK માટે વરસાદ બન્યો 'લકી', ગુજરાત માટે ગુડ ન્યૂઝ

Vaidehi

Last Updated: 03:04 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Playoff: અત્યાર સુધી 56 લીગ મેચો થઈ ગઈ છે જેમાંથી તમામ 10 ટીમો હજુ પણ પ્લેઓફમાં પહોંચે તેવી સંભાવના છે પરંતુ આ 2 ટીમો માટે તો રસ્તો સાફ જ છે..

  • IPL 2023 Playoffમાં આ ટીમોનો થઈ શકે છે સમાવેશ
  • હાલનાં આંકડાઓને જોતાં 2 ટીમ સ્પષ્ટપણે આવશે ટોપ 4માં
  • GT અને CSK આવી શકે છે ટોપ 4માં

IPL 2023 માટે કઈ 4 ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરશે? 56 લીગ મેચો બાદ પણ આ પ્રશ્નનો જવાબ હજુ સુધી સ્પષ્ટ થયો નથી. તમામ 10 ટીમો હાલમાં ટોપ-4માં પહોંચવાનાં પ્રયત્નો કરી રહી છે. હાલમાં જે સ્થિતિ છે તેને જોતાં 2 ટીમો સ્પષ્ટરણે પ્લેઓફમાં પહોંચી શકે તેવી શક્યતા છે. પ્લેઓફમાં ક્વોલિફાઈ કરવા માટે ટીમોને 16 અંકથી વધારે પોઈન્ટ્સ ભેગા કરવા પડે છે અને જે ટીમનો સ્કોર 14 અંકથી ઓછો રહે છે તેના માટે પ્લેઓફમાં દ્વાર બંધ થઈ જાય છે.

ગુજરાત ટાઈટન્સ
જો GT નાં અંકોની વાત કરીએ તો ટો 3 સ્લોટમાં આ ટીમનું રહેવું નિશ્ચિત છે. આ ટીમ આગળ ગમે તેટલું ખરાબ પ્રદર્શન કરે પરંતુ તે ટોપ 3માં તો રહેશે જ. જો કે ટીમની ટોપ પર રહેવાની સંભાવના 80.1% છે. જો આજે થનારી મુંબઈ-ગુજરાતની મેચમાં મુંબઈ જીત મેળવે છે તો તે પોતાના સ્થાનને પાછું મેળવી લેશે, અને જો ગુજરાત જીતે છે તો તે પ્લેઓમફમાં પોતાનું સ્થાન સિક્યોર કરનારી પહેલી ટીમ બની જશે.

CSK પહેલાથી જ સ્કોરબોર્ડનાં અંકોનાં આધાર પર ટોપ-4માં દેખાઈ રહી છે.  કુલ 16384 સંયોજનોમાંથી 16262 પરિણામ ટોપ-4માં આવી રહ્યાં છે. આ ટીમ ટોપ-4માં રહે તેની શક્યતા 99.3% દેખાઈ રહી છે. 3 મેનાં લખનઉ અને CSKની વચ્ચે થનારી મેચ વરસાદને લીધે કેન્સલ થઈ હતી જેના કારણે બંને ટીમોને વગર મેચ રમે સ્કોર મળ્યો હતો. CSKની ટીમ 12 મેચ રમ્યાં બાદ 15 પોઈન્ટ્સની સાથે ટોપ 3 પર છે.

રાજસ્થાન રોયલ્સ ગુરુવારે મેળવેલી જીત બાદ ત્રીજા સ્થાને આવી છે. તેના ટોપ 4 માં રહેવાની સંભાવના 56.3%  છે. જો આ અંક જળવાઈ રહે છે તો આ ટીમ પ્લેઓફમાં પહોંચી શકવા સક્ષમ દેખાઈ રહી છે.

MI મુંબઈ ઈન્ડિયન્સનાં અંકો જોઈએ તો આ ટીમની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા 75.3% છે. તે 3 અથવા 4 નંબર પર મેચ રમી શકે છે.  

લખનઉ સુપર જાયેન્ટ્સ ટીમની પ્લેઓફમાં આવવાની શક્યતા 43.7% છે. હાલમાં આ ટીમ 5માં સ્થાને છે. હાલની સ્થિતિને જોતાં એવું લાગી રહ્યું છે કે આ ટીમ ટોપ-4માં નહીં પહોંચી શકે પરંતુ આ સંપૂર્ણપણે આવનારી મેચો અને તેમનાં પ્રદર્શન પર નિર્ભર રાખે છે.

RCB હાલમાં 6ઠ્ઠાં સ્થાને છે અને તેનાં ટોપ-4માં આવવાનાં ચાન્સ 35.4% છે. જ્યારે KKRની ગુરુવારે થયેલી હાર બાદ 7માં સ્થાને આવી છે. આ ટીમની ટોપ-4માં પહોંચવાની શક્યતા 15.1% છે.

પંજાબ કિંગ્સ 8માં સ્થાને છે અને તેની પ્લેઓફમાં આવવાની સંભાવના 35% જણાઈ રહી છે. આ ટીમની પાસે હજુ પણ 16 પોઈન્ટ્સ સુધી પહોંચવાનો મોકો છે. 

SRHનાં ટોપ 4માં પહોંચવાનાં ચાન્સ માત્ર 23.1% દેખાઈ રહ્યાં છે. જો કે આ ટીમની પાસે મેચ બચ્યાં છે અને તે 16 પોઈન્ટ્સ સુધી પહોંચી શકે છે . 

દિલ્હી કેપિટલ્સ સૌથી નીચેનાં સ્થાને છે. તેની ટોપ4માં સ્થાન બનાવવાની સંભાવના 6.9% છે. જો તે પોતાની બાકી રહેલી મેચમાં સારું પ્રદર્શન કરે છે તો તે ત્રીજા કે ચોથા સ્થાન માટે ટાઈ કરી શકે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ