બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 PBKS Vs CSK Match Score: Dhoni's Second Consecutive Defeat, Punjab Kings Win Last Ball

રોમાંચક મેચ / 'જે જીત્યો તે સિકંદર', શ્વાસ રોકી રાખતી મેચમાં હારી ધોનીની ટીમ, છેલ્લા બોલમાં જીત્યું પંજાબ

Pravin Joshi

Last Updated: 08:22 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023માં પંજાબ કિંગ્સની ટીમ જીતના પાટા પર પરત ફરી છે. તેની 9મી મેચમાં તેણે મહેન્દ્ર સિંહ ધોનીના સુકાની ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું. ધોનીની આ સતત બીજી હાર છે.

  • રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈને હરાવ્યું
  • પંજાબ કિંગ્સે ચેન્નાઈને 4 વિકેટથી હરાવ્યું
  •  ચેન્નાઈની ટીમની આ સતત બીજી હાર 

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં, શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ (PBKS) એ 9 મેચમાં તેમની 5મી જીત નોંધાવી છે. તેમની નવમી મેચમાં, તેઓએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 4 વિકેટથી હરાવ્યું. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નાઈની ટીમની આ સતત બીજી હાર છે. ખાસ વાત એ છે કે તે IPL ઈતિહાસની મેચ નંબર 999 હતી. મેચમાં પંજાબની ટીમ 201 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી. તેણે આ મેચ 6 વિકેટ ગુમાવીને જીતી લીધી હતી. પ્રભસિમરન સિંહે મેચમાં 24 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. જ્યારે લિયામ લિવિંગસ્ટોને 24 બોલમાં 40 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી તુષાર દેશપાંડેએ સૌથી વધુ 3 અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી.

 

પંજાબ ઇનિંગ્સ અપડેટ્સ

  • પહેલી વિકેટ: શિખર ધવન - 28 રન - (50/1, 4.2 ઓવર)
  • બીજી વિકેટ: પ્રભસિમરન સિંહ - 42 રન - (81/2, 8.3 ઓવર)
  • ત્રીજી વિકેટ: અથર્વ તાઈડે - 13 રન - (94/3, 10.2 ઓવર)
  • ચોથી વિકેટ: લિયામ લિવિંગસ્ટોન - 40 રન - (151/4, 15.5 ઓવર)
  • પાંચમી વિકેટ: સેમ કુરન - 29 રન - (170/4, 17.1 ઓવર)
  • છઠ્ઠી વિકેટ: જીતેશ શર્મા - 21 રન - (186/4, 18.4 ઓવર)

ધોનીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી

આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમે 4 વિકેટે 200 રન બનાવ્યા હતા. સ્ટાર ઓપનર ડેવોન કોનવેએ 52 બોલમાં 92 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 1 સિક્સ અને 16 ફોર ફટકારી હતી. તેમના સિવાય ઋતુરાજ ગાયકવાડે 37 અને શિવમ દુબેએ 28 રન બનાવ્યા હતા. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પંજાબની ટીમ તરફથી અર્શદીપ સિંહ, સિકંદર રઝા, રાહુલ ચહર અને સેમ કરને 1-1 વિકેટ લીધી હતી.

ચેન્નઈ ઇનિંગ્સ અપડેટ્સ

  • પહેલી વિકેટ: ઋતુરાજ ગાયકવાડ - 37 રન - (86/1, 9.4 ઓવર)
  • બીજી વિકેટ: શિવમ દુબે - 28 રન - (130/2, 13.6 ઓવર)
  • ત્રીજી વિકેટ: મોઈન અલી - 10 રન - (158/3, 16.1 ઓવર)
  • ચોથી વિકેટ: રવિન્દ્ર જાડેજા - 12 રન - (185/4, 19.1 ઓવર)
  • આ સિઝનમાં ચેન્નાઈ અને પંજાબ વચ્ચે આ બીજી ટક્કર છે.

આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ બીજી મેચ હતી. આ પહેલા 25 એપ્રિલે મુકાબલો થયો હતો, જેમાં પંજાબ કિંગ્સે રોમાંચક રીતે 11 રને જીત મેળવી હતી. આવી સ્થિતિમાં પંજાબની ટીમે સતત બીજી વખત ચેન્નાઈને હરાવ્યું હતું. 2020 પછી, પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે કુલ 7 મેચ રમાઈ છે. જેમાં પંજાબે 4 અને ચેન્નાઈએ 3 મેચ જીતી છે. બીજી તરફ, ચેન્નાઈની ટીમે વર્તમાન સિઝનમાં આ મેદાન પર કુલ 4 મેચ રમી છે, જેમાં તેણે બેમાં જીત અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

પંજાબ કિંગ્સ:

અથર્વ તાયડે, શિખર ધવન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, સેમ કુરાન, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.

ચેન્નાઈ સુપર કિંગ્સ:

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), મતિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષાના.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ