બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / ipl 2023 kkr all rounder andre russell trolled on social media after lost to csk kkr

IPL 2023 / KKRની હાર બાદ આ ખેલાડી પર ફેન્સ તૂટી પડ્યાં, તુરંત ટીમમાંથી Out કરવાની ઉઠી માંગ!

Manisha Jogi

Last Updated: 02:10 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે કોલકત્તા નાઈટ રાઈડર્સની શરમજનક હાર પછી સોશિયલ મીડિયા પર KKRના ફેન્સમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ ખેલાડીને તાત્કાલિક ટીમમાંથી બહાર કરવાની માંગ કરી છે.

  • KKRની 49 રને હાર.
  • આ ખેલાડીને ટીમમાંથી બહાર કરવાની માંગ.
  • સોશિયલ મીડિયા પર ફૂટ્યો ફેન્સનો ગુસ્સો.

KKR vs CSK: IPL 2023માં રવિવારે કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ રમવામાં આવી હતી. આ મેચમાં KKRની 49 રને હાર થઈ હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સની શરમજનક હાર પછી સોશિયલ મીડિયા પર KKRના ફેન્સમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના ફેન્સે આ ખેલાડીને તાત્કાલિક ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠાવી છે. 

KKR હાર પછી ફેન્સમાં ગુસ્સો
KKRના ફેન્સે 34 વર્ષીય ઓલરાઉન્ડર આંદ્રે રસેલને IPLમાંથી બહાર કાઢવાની માંગ કરી છે. CSK સામેની મેચમાં રવિવારે આંદ્રે રસેલે ખૂબ જ ખરાબ બેટીંગ અને બોલિંગ કરી હતી. આંદ્ર રસેલ 6 બોલમાં માત્ર 9 રન જ કરી શક્યા હતા અને ખરાબ બોલિંગ કરીને 17 રન આપ્યા હતા. સોશિયલ મીડિયા પર KKRના ફેન્સનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે અને આંદ્ર રસેલને KKR ટીમમાંથી બહાર કાઢવાની માંગ કરી છે. KKRની શરમજનક હાર પછી આંદ્ર રસેલને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને જેસન રોયની શાનદાર ઈનિંગ માટે વખાણ કરવામાં આવી રહ્યા છે. 

પોઈન્ટ ટેબલમાં CSK ટોપ પર
અજિંક્યા રહાણે અને શિવમ દુબેની અડધી સદી અને શાનદાર ઈનિંગથી KKRને 49 રનથી હરાવીને CSK પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. અજિંક્યા રહાણે 29 બોલમાં 71 રન (પાંચ છગ્ગા અને છ ચોગ્ગા) ફટકારીને અણનમ રહ્યા છે. 32 બોલમાં 85 રનની ભાગીદારીથી ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટ ગુમાવીને 235 રન કર્યા છે. ઈડન ગાર્ડનમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ રનને સ્કોર CSKના નામે નોંધાયો છે. બેટ્સમેન ડેવોન કોન્વેએ 56 કરીને અડધી સદી ફટકારી છે. 

ચેન્નઈ સુપર કિંગ્સે સાતમાંથી પાંચ મેચ જીતી
ચેન્નઈ સુપર કિંગ્સે છેલ્લી આઠ ઓવરમાં 126 રન કર્યા છે. જેના જવાબમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમના જેસન રૉયે 26 બોલમાં 61 રન (પાંચ છગ્ગા, પાંચ ચોગ્ગા) અને રિંકૂ સિંહે 33 બોલમાં 53 રન (ત્રણ ચોગ્ગા, ચાર છગ્ગા) ફટકારીને અણનમ રહ્યા છે. આમ, કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે આઠ વિકેટે 188 રન કર્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી સ્પિનર મહેશ તીક્ષ્ણાએ 32, તુષાર દેશપાંડેએ 43 રન આપીને 2-2 વિકેટ લીધી છે. આ જીતથી ચેન્નઈ સુપર કિંગ્સે સાતમાંથી પાંચ મેચ જીતીને 10 અંક મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. KKRની ટીમ ચાર અંક સાથે આઠમાં સ્થાન પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ