બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / IOA has formed a seven member committee to probe the allegations of sexual harassment against WFI chief

BIG NEWS / પહેલવાનોનો ન્યાય માટે પોકાર: મેરી કોમની અધ્યક્ષતામાં સાત સદસ્યોની કમિટી કરશે તપાસ, બૃજભૂષણ સિંહની મુશ્કેલી વધી

Parth

Last Updated: 09:52 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલવાનોએ દેખાડ્યો પાવર... ખેલમંત્રીએ કરી બેઠક અને IOA દ્વારા આપવામાં આવ્યા તપાસના આદેશ.

  • પહેલવાનો દ્વારા WFI ચીફ સામે ગંભીર આરોપ 
  • IOA દ્વારા આપવામાં આવ્યા તપાસના આદેશ 
  • મેરી કોમ સહિત સાત સદસ્યોની કમિટી બનાવવામાં આવી 

યૌન શોષણના આરોપ સામે તપાસ 
ભારતના એવા પહેલવાનો જે દેશ માટે અનેક ચેમ્પિયનશિપમાંથી મેડલ જીતીને આવે છે તે ધરણાં પર બેઠા છે ત્યારે આંદોલનની ગુંજ વધી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, સમગ્ર મામલે હવે IOA દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે જેમાં મેરી કોમ સહિત સાત સદસ્યોની કમિટી બનાવવામાં આવી છે. 

ધરણાં પર ખેલાડીઓ 

શું છે માંગ 
રેસલરો દ્વારા WFI ના પ્રમુખ બૃજભૂષણ સામે આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમણે યૌન શોષણ કર્યું છે. ખેલ મંત્રાલયમાં પણ પહેલવાનો દ્વારા એક બેઠક કરી લેવામાં આવી છે. ખેલાડીઑ કહી રહ્યા છે કે બૃજભૂષણ સિંહને હટાવી દેવામાં આવે અને કુશ્તી સંઘ (WFI) ને ખતમ કરી ફરી નવું સંઘ બનાવી દેવામાં આવે. 

તપાસના આદેશ 

 

ઇંડિયન ઑલિમ્પિક્સ એસોશિયેશને સાત ખેલાડીઓની એક કમિટી બનાવી છે જે સમગ્ર મામલે હવે તપાસ કરશે. IOA માં દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી જે બાદ સમગ્ર મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીમાં મેરી કોમ, ડોલા બેનર્જી, અલકનંદા અશોક, યોગેશ્વર દત્ત, સહદેવ યાદવ અને બે વકીલ હશે. 

WFIના અધ્યક્ષ બૃજભૂષણે કહ્યું છે કે હું રાજીનામું નહીં આપું અને મોઢું ખોલીશ તો સુનામી આવી જશે. 

સરકાર પણ છે એક્શનમાં 
સમગ્ર મામલે દેશના કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે પણ ખેલાડીઓની બેઠક થઈ છે. જે બાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કહ્યું હતું કે કમિટીના નામ જો અમારા હિસાબે હશે તો કોઈ રસ્તો નીકળી જશે. જો અમારી વાત માનવામાં આવશે નહીં તો ધરણાં કરીશું. 

બીજી તરફ ગોંડામાં થનારી નેશનલ ચેમ્પિયનશીપમાં પણ પહેલવાનો બૉયકોટ કરી રહ્યા છે. દિલ્હી હરિયાણા સહિતના 200થી વધારે રેસલરો પાછા જતાં રહ્યા છે. એવામાં WFIની બેઠક અયોધ્યામાં થવાની છે જેમાં બૃજભૂષણ સિંહ રાજીનામું આપી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

WFI sexual harassment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ