બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / international studies nasa shares stunning pic of the smallest planet budh

ગજબ! / અદભુત..અકલ્પનીય! આ છે સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ 'બુધ', NASAએ શેર કર્યો ચંદ્ર પણ ફિક્કો પડી જાય તેવો PHOTO

Arohi

Last Updated: 11:15 AM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NASA Shares Stunning Pic: NASAએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ગ્રહનો ફોટો શેર કર્યો છે. જે ખૂબ જ અદ્ભૂત લાગી રહ્યો છે. NASAએ જે ફોટો શેર કર્યો છે જેની સામે ચંદ્ર પણ ફિક્કો પડી જાય છે.

  • NASAએ શેર કર્યો ગજબ ફોટો 
  • આ છે સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ 'બુધ'
  • તેની સામે ચંદ્ર પણ લાગે ફિક્કો 

અંતરિક્ષ વિશે જાણવા ઉત્સુક લોકો માટે અંતરિક્ષ એજન્સી NASA બ્રહ્માંડના ફોટો શેર કરે છે. આ ફોટો ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. જેનાથી અંતરિક્ષ પ્રેમી મંત્રમુગ્ધ થઈ જાય છે. નાસાનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ તે લોકો માટે ખજાનો છે જે પૃથ્વી અને અંતરિક્ષને સમજવા માટે વીડિયો અને આકર્ષક તસવીરો જોવાનું પસંદ કરે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NASA (@nasa)

NASAએ શેર કર્યો બુધનો ફોટો 
NASAએ હાલમાં જ બુધ ગ્રહનો એક અદ્ભૂત ફોટો શેર કર્યો છે. આ સૌર મંડળનો સૌથી નાનો ગ્રહ છે અને સરેરાશ 36 મિલિયન મીલ દૂર સૂર્યની સૌથી નજીક છે. જોકે સૂર્યની નજીક હોવા છતાં બુધ આપણા સૌર મંડળનો સૌથી ગરમ ગ્રહ નથી. NASA દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં બુધ ગ્રહ બ્લૂ જોવા મળી રહ્યો છે અને તેની સપાટી પર ઘણા ખાડા જોવા મળી રહ્યા છે. 

NASAએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, "તે મને મિસ્ટર ફેરેનહાઈટ કહે છે.... જોકે બુધ સૌથી નાનો ગ્રહ હોઈ શકે છે. આ સૌથી ઝડપી ગ્રહ પણ છે. જે પોતાની કક્ષામાં લગભગ 47 કિમી પ્રતિ સેકંડની ગતિથી યાત્રા કરે છે. બુધ પર એક વર્ષ માત્ર 88 પૃથ્વી દિવસના બરાબર હોય છે."

આ ફોટો MESSENGER દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે. જે ગ્રહની પરિક્રમા કરનાર અંતરિક્ષ યાન છે. તેણે ગ્રહની સપાટી પર પહાડોમાં રાસાયણિક, ખનીજ અને ભૌતિક તફાવતને અલગ કરવા માટે રંગ-ઉન્નત નકશા ભોગા કર્યા. તેનો પ્રાથમિક લક્ષ્ય ગ્રહના ભૂવિજ્ઞાન, ચુંબકીય ક્ષેત્ર અને રાસાયણિક સપાટીનો અભ્યાસ કરવાનો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ