ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટેક્સ ફ્રી ઈન્ટ્રેસ્ટ માટે પીએફનો ઉપયોગ કરે છે
પીએફમાં વધારે પૈસા સેવ કરીને ટેક્સ બચાવનાર લોકોને આ બજેટથી મોટો ઝટકો લાગ્યો છે. ટેક્સ ફ્રી હેવન માટે પીએફનો ઉપયોગ કરનાર લોકો હવે 2.5 લાખ રુપિયાથી વધારે પીએફ જમા નહીં કરાવી શકે. 2.5 લાખ રુપિયાથી વધારે પીએફ જમા કરાવવા પર મળતા વ્યાજ પર હવે ટેક્સ લાગશે. જેનાંથી હાઈ ઇન્કમ સેલરી ધરાવનાર લોકો સીધી રીતે પ્રભાવિત થશે, જેઓ ટેક્સ ફ્રી ઈન્ટ્રેસ્ટ કમાવવા માટે વોલંટરી પ્રોવિડન્ડ ફંડનો ઉપયોગ કરે છે.
ADVERTISEMENT
2016માં પ્રસ્તાવ પર વિરોધ કરાયો હતો
આ પ્રકારનો પ્રસ્તાવ પહેલી વખત નથી આવ્યો. 2016નાં બજેટમાં પણ આવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો કે ઈપીએફનાં 60 ટકા પર કમાણીનાં વ્યાજ પર ટેક્સ લગાવવામાં આવે. પણ નવા નિયમ વિરુદ્ધ મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો હોવાથી તે પ્રસ્તાવને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. 2021નાં બજેટમાં યુલિપની કલમ 10 (10ડી) અંતર્ગત એક વર્ષમાં 2.5 લાખ રુપિયાથી વધારેનું પ્રિમિયમ પર કર છૂટને હટાવવાનો પ્રસ્તાવ કર્યો છે. જોકે આ હાલના યુલિપ પર લાગુ નહી થાય, ફક્ત આ વર્ષે 1 ફેબ્રુઆરી બાદ વેચવામાં આવેલ પોલિસી માટે હશે.
ક્રિમી લેયર કર્મચારીઓને પ્રભાવિત કરશે
2016માં ભલે લોકોએ વિરોધ કરીને તે પ્રસ્તાવને પાછો ખેચવા અપીલ કરી હતી પણ આ વખતનાં પ્રસ્તાવમાં લોકોનો આક્રોશ ઓછો થઈ શકે છે. કેમકે તે વેતનભોગી કર્મચારીઓનાં ફક્ત ક્રિમી લેયરને જ પ્રભાવિત કરે છે. 1 એપ્રિલથી નવો વેજ કોડ પણ આવશે, જેમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે કે બેઝિક સેલરી વ્યક્તિની કુલ આવકથી ઓછામાં ઓછી 50 ટકા હોવી જોઈએ.
ADVERTISEMENT
એક હાથે દીધુ અને બીજા હાથે લીધુ
પીએફને લઈને કરવામાં આવેલ જાહેરાત બાદ ટ્વીટર પર લોકોની પ્રિતિક્રિાયાઓ આવવા લાગી છે. એક યૂઝરે લખ્યું કે જે ફાઇનાન્સ મિનિસ્ટરે ઈપીએફ પર 8.5 ટકા ઈન્ટ્રેસ્ટ રેટ રાખ્યો હતો ત્યારે હું અર્થવ્યવસ્થાની હાલત જોઈને ખૂબ આશ્ચર્ય પામ્યો હતો. હવે ખબર પડી કે 2.5 લાખ રુપિયા પર ઈન્ટ્રેસ્ટ પર ટેક્સ આપવું પડશે એટલે એક હાથેથી દીધુ અને બીજા હાથે લીધુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો