બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Information released for farmers and market yard traders after 5 days of Mavthana raid

ડીસા / 5 દિવસ માવઠાના એંધાણ થતાં ખેડૂતો અને માર્કેટયાર્ડના વેપારીઓ માટે સૂચના જાહેર, નુકસાનીથી બચવાની 'આગાહી'

Vishal Khamar

Last Updated: 06:43 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ રાજ્યમાં ધીમે ધીમે શિયાળાની મૌસમ જામી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા. 24 થી 28 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. વરસાદની આગાહીને પહલે ખેડૂતોએ પોતાનો માલ તાડપત્રીથી ઢાંકી, સુરક્ષિત રાખવાની સૂચના એપીએમસી દ્વારા આપવામાં આવી છે.

  • આગામી તા. 24 થી 28 નવેમ્બર દરમ્યાન રાજ્યમાં માવઠાની આગાહી
  • માવઠાને લઈ ખેડૂતો અને માર્કેટયાર્ડનાં વેપારીઓને સૂચના
  • ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘાસચારાને અને અન્ય માલને ઢાંકે તેવી સૂચના

 આગામી તા. 24 થી 28 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ડીસામાં માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષીત અને ઢાંકી રાખે તેવી સૂચના ડીસા એપીએમસી દ્વારા અપાઈ છે. તેમજ ખેડૂતો પોતાનાં ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘાસચારાને અન્ય માલને ઢાંકે તેવી સૂચના પણ આપવામાં આવી છે. 

Image

તા. 24.11 2023 નાં રોજ દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા ચે. 

Image

તા. 25.11.2023 નાં રોજ ગાજવીજા સાથે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,  નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ પડવાની શક્યતા છે.

Image

તા. 27.11.2023 નાં રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ