ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / LPGનો વિકલ્પ બનશે ઇન્ડક્શન! સરકાર સબસિડી આપવાની તૈયારીમાં, 34 કરોડ ગ્રાહકોને મળશે રાહત

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / LPGનો વિકલ્પ બનશે ઇન્ડક્શન! સરકાર સબસિડી આપવાની તૈયારીમાં, 34 કરોડ ગ્રાહકોને મળશે રાહત

Last Updated: 09:57 AM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઊર્જા બજારમાં જોવા મળતી અસ્થિરતા વચ્ચે, કેન્દ્ર સરકાર 34 કરોડ ગ્રાહકોની એલપીજી સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇન્ડક્શન કૂકસ્ટોવ પર સબસિડી આપવાની તૈયારી કરી રહી છે. આ પગલું આયાતી રસોઈ ગેસ પરની નિર્ભરતા અંગેની નવી ચિંતાઓ વચ્ચે લેવામાં આવી રહ્યું છે.

1/5

photoStories-logo

1. આ યોજના દ્વારા ઇલેક્ટ્રિક ઇન્ડક્શન કૂકટોપ્સને મળશે પ્રોત્સાહન

આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં સતત જોવા મળતી અસ્થિરતા વચ્ચે, કેન્દ્ર સરકાર રસોઈ ગેસની મોટા પાયે થતી આયાત અને સબસિડીના વધતા બોજને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ નીતિગત પગલું ભરવા જઈ રહી છે. દેશના 34 કરોડ ગ્રાહકોની એલપીજી સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે, મોટા પાયે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન કૂકટોપ્સને પ્રોત્સાહન આપવા માટે એક રાષ્ટ્રીય યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આમાં ઇન્ડક્શન કૂકસ્ટોવ પર સીધી સબસિડી, મુખ્ય સાધનો પરની આયાત જકાતમાં ઘટાડો અને વીજ વિતરણ નેટવર્કના માળખાગત ઢાંચાના આધુનિકીકરણ માટેના પ્રસ્તાવ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સરકારે કેમ લીધો આ નિર્ણય?

સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં સર્જાયેલા સંઘર્ષ બાદ રસોઈ ગેસની આયાત પર ભારતની નિર્ભરતા અંગેની નવી ચિંતાઓને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. ભારત લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)નો વિશ્વનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. દેશની વાર્ષિક કુલ 33 મિલિયન ટનની માંગમાંથી આશરે 65 ટકા માંગ આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે, અને આ પુરવઠામાં લગભગ 90 ટકા હિસ્સો પશ્ચિમ એશિયામાંથી આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પ્રક્રિયા હજી પહેલા ચરણમાં છે

નીતિ આયોગ, વિદ્યુત મંત્રાલય, નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય, DPIIT અને વીજ કંપનીઓ વચ્ચેની તાજેતરની બેઠકમાં આ પરિવર્તનને આગળ વધારવા અંગે સર્વસંમતિ લેવામાં આવી હતી. આ યોજનાના હિતધારકો સાથેની પરામર્શ પ્રક્રિયા હાલમાં શરુઆતી તબક્કામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 1 લાખ કરોડની સબસિડીનો ભાર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં થયેલા ઉછાળાએ કેન્દ્ર સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓના નાણાકીય ગણિતને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. PL કેપિટલના તાજેતરના અહેવાલ મુજબ, ઘરેલુ એલપીજી (LPG) સિલિન્ડર દીઠ 'અંડર-રિકવરી' આશરે ₹490 સુધી પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં પેટ્રોલિયમ/એલપીજી સબસિડી માટે આશરે ₹30,000 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, વર્તમાન દરોને જોતાં આ ખર્ચ ₹1 લાખ કરોડના આંકડાને વટાવી શકે છે, જેનાથી રાજકોષીય ખાધ પર વધારાનું દબાણ ઊભું થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઇન્ડક્શનનો ખર્ચ એલપીજીથી 1/3થી ઓછો

નીતિ-નિર્ધારકો ઇન્ડક્શન કૂકસ્ટોવને 34 કરોડ ગ્રાહકો માટે વૈશ્વિક LPG પુરવઠામાં વિક્ષેપના જોખમને ઘટાડવાના એક અસરકારક માધ્યમ તરીકે જુએ છે. અંદાજ મુજબ, પરંપરાગત LPG સ્ટવના ઉપયોગની તુલનામાં ઇન્ડક્શન સ્ટવ પર રસોઈ કરવી લગભગ ત્રીજા ભાગની (33ટકા) સસ્તી પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

induction cooktops to become cheaper govt preparing for subsidies national scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ