ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Google Account કોઈ બીજા ડિવાઇસમાં તો નથી ચાલતું? 2 મિનિટમાં જાણો અને અજાણ્યા ડિવાઇસમાંથી કરો Sign Out

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / Google Account કોઈ બીજા ડિવાઇસમાં તો નથી ચાલતું? 2 મિનિટમાં જાણો અને અજાણ્યા ડિવાઇસમાંથી કરો Sign Out

Last Updated: 11:18 AM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Google Account: તમારું Google એકાઉન્ટ કયાં-કયાં ડિવાઇસીસ પર લોગ-ઇન છે તે જાણવા માટે તમે Google નો ઉપયોગ કરી શકો છો.

1/5

photoStories-logo

1. અત્યારે ગૂગલ અનેક સેવાઓ માટે ઉપયોગી

આજના સમયમાં ગૂગલ એકાઉન્ટ માત્ર ઈમેલ મોકલવા પૂરતું સીમિત નથી, તેની સાથે Gmail, Google Drive, Photos, YouTube અને Contacts જેવી સેવાઓનો ડેટા પણ જોડાયેલો હોય છે. પરિણામે, જો તમારું ગૂગલ એકાઉન્ટ કોઈ જૂના ફોન, લેપટોપ કે અન્ય ડિવાઇસ પર લોગ-ઇન રહેલું હોય, તો તમારી વ્યક્તિગત માહિતી જોખમમાં મુકાઈ શકે છે. જોકે, ગૂગલ એક એવી સુવિધા આપે છે જેના દ્વારા તમે તપાસ કરી શકો છો કે, હાલમાં કયા ડિવાઇસ પર તમારું એકાઉન્ટ લોગ-ઇન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કેવી રીતે જોવુ ક્યા લોગઇન છે તમારુ એકાઉન્ટ

હકીકતમાં, તમારું Google એકાઉન્ટ હાલમાં કયા ડિવાઇસ પર સાઇન-ઇન છે તે જાણવા માટે તમે Google નો ઉપયોગ કરી શકો છો. આ કરવા માટે, પહેલા તમારા ફોન અથવા કમ્પ્યુટર પર તમારું Google એકાઉન્ટ ખોલો. ત્યારબાદ, Manage your Google Account પર જાઓ. અહીં તમને Security સેકશન જોવા મળશે. હવે, નીચે સ્ક્રોલ કરો અને Your devices અથવા Manage all devices ઓપ્શન પર ટેપ કરો. અહીં તમને એવા ડિવાઇસનું સંપૂર્ણ લિસ્ટ જોવા મળશે જ્યાં તાજેતરમાં તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ફોન, ટેબ્લેટ, કમ્પ્યુટર અથવા અન્ય ડિવાઇસનો સમાવેશ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ડિવાઇસની જાણકારી પણ મળશે

આ ઉપરાંત જ્યારે તમે કોઈ ડિવાઇસ પર ટેપ કરો છો, ત્યારે Google તેની સાથે સંકળાયેલી તમામ માહિતી પ્રદાન કરે છે. આમાં ઉપકરણનું નામ, તેના પર એકાઉન્ટનો છેલ્લે ઉપયોગ ક્યારે થયો હતો તે સમય અને ઘણીવાર લોકેશનની વિગતોનો સમાવેશ થાય છે. આનાથી તમને એ નક્કી કરવામાં મદદ મળે છે કે દેખાઇ રહેલ ડિવાઇસ તમારું છે કે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અજાણ્યા ડિવાઇસ જુઓ તો શું કરવું?

નોંધનીય છે કે જો તમને લિસ્ટમાં એવું કોઈ ડિવાઇસ દેખાય જેને તમે ઓળખતા નથી, તો તેને અવગણવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તે ઉપકરણને પસંદ કરો અને Sign out વિકલ્પ પસંદ કરો. આનાથી તમારું એકાઉન્ટ તે ડિવાઇસમાંથી આપમેળે લોગ આઉટ થઈ જશે. ત્યાર બાદ તમારા એકાઉન્ટનો પાસવર્ડ બદલવો એ વધુ સારો વિકલ્પ છે. આનાથી તમારો ડેટા લીક થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પાસવર્ડ બદલવાની સાથે આ કામ પણ કરો

નોંધવું જરૂરી છે કે, માત્ર પાસવર્ડ બદલવો એ એકાઉન્ટની સેફ્ટી માટે પૂરતું નથી, તમારે એકસ્ટ્રા સેફટી ફીચર્સનો પણ ઉપયોગ કરવો જોઈએ. તમારા એકાઉન્ટની સુરક્ષા મજબૂત કરવા માટે 2-Step Verification સુવિધા ચોક્કસપણે ચાલુ કરો. આ પ્રક્રિયામાં પાસવર્ડ ઉપરાંત એક્સ્ટ્રા વેરિફિકેશનની જરુર પડે છે, જેનાથી અન્ય કોઈ વ્યક્તિ માટે માત્ર પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટની ઍક્સેસ મેળવવી મુશ્કેલ બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

google account running on someone else device how to find out
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ