ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PPF, Sukanya કે NSC: ટેક્સ બચાવવા કઈ સ્કીમ બેસ્ટ? જાણો 80C હેઠળ છૂટ અને રિટર્નનો આખો હિસાબ

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / PPF, Sukanya કે NSC: ટેક્સ બચાવવા કઈ સ્કીમ બેસ્ટ? જાણો 80C હેઠળ છૂટ અને રિટર્નનો આખો હિસાબ

Last Updated: 11:55 AM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પોસ્ટ ઓફિસની ઘણી ઉત્તમ યોજનાઓ નોંધપાત્ર ટેક્સ લાભોની સાથે આકર્ષક વળતર પણ આપે છે. PPF અને સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓ ઇનકમ ટેક્સની બચત કરવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે.

1/6

photoStories-logo

1. પોસ્ટ ઓફિસની યોજના સૌથી વધુ ફાયદાકારક

સરકારી ગેરંટીને કારણે પોસ્ટ ઓફિસની યોજનાઓને લાંબા સમયથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જોકે, જ્યારે ટેક્સ બચાવવાની વાત આવે છે, ત્યારે દરેક યોજના માટે ગણતરી અલગ-અલગ હોય છે. વ્યાજ દરો અને રોકાણના સમયગાળાથી લઈને ટેક્સમાં છૂટછાટ સુધી દરેક બાબતમાં અલગ-અલગ નિયમો લાગુ પડે છે. આવો જાણીએ કે, તમારી મહેનતની કમાણી પર ટેક્સ બચાવવા માટે કઈ યોજના સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પીપીએફ -પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ ટેક્સ બચત માટેના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. હાલ તેમાં 7.1 ટકાનો વાર્ષિક વ્યાજ દર આપે છે. તેમાં 15 વર્ષનો 'લોક-ઇન' સમયગાળો હોય છે. જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ, આ યોજનામાં 1.5 લાખ રુપિયા સુધીનું રોકાણ કલમ 80C હેઠળ ટેક્સ છૂટ માટે પાત્ર છે. સૌથી મહત્વની વાત એ છે કે, મળેલા વ્યાજથી લઈને મેચ્યોરિટી પર મળતી રકમ સુધીની સમગ્ર રકમ ટેક્સ ફ્રી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે સારો ટેક્સ લાભ પણ આપે છે. આ યોજના 8.2 ટકાનો ઊંચો વ્યાજ દર આપે છે અને તેમાં 21 વર્ષનો 'લોક-ઇન' સમયગાળો હોય છે. PPFની જેમ જ, તેમાં કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની કર કપાતનો લાભ મળે છે અને મેચ્યોરિટી પર મળતી સંપૂર્ણ રકમ ટેક્સ ફ્રી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. NSC માં છુપાયેલા છે ખાસ ટેક્સ બેનિફિટ

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) 7.7% રિર્ટન આપે છે અને તેમાં 5 વર્ષનો 'લોક-ઇન' સમયગાળો હોય છે. આ યોજના એક વિશિષ્ટ ટેક્સ બેનિફિટ પૂરો પાડે છે: પ્રથમ ચાર વર્ષ દરમિયાન મળતા વ્યાજને પુનઃરોકાણ કરવામાં આવ્યું હોય તેમ ગણવામાં આવે છે, જેનાથી રોકાણકાર કલમ ​​80C હેઠળ કર કપાતનો દાવો કરી શકે છે. જોકે, પાંચમા વર્ષે મળતું વ્યાજ 'અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક' હેઠળ ટેક્સેબલ ગણાય છે. આ યોજનામાં ઓછામાં ઓછી ₹1,000ની રકમથી રોકાણ શરૂ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સીનિયર સિટીજન માટે રોકાણના ઉત્તમ વિકલ્પો

સીનિયર સિટીજન સેવિંગ સ્કિમ (SCSS) ખાસ કરીને સીનિયર સિટીજન માટે બનાવવામાં આવી છે અને તે 8.2 ટકાનું આકર્ષક રિર્ટન આપે છે. વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં ₹30 લાખ સુધીની રકમ જમા કરાવી શકે છે. જોકે આ યોજનામાં કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની ટેક્સ ડિડક્શન મળે છે, પરંતુ તેના પર મળતી વ્યાજની આવક તે જ વર્ષે સંપૂર્ણપણે ટેક્સેબલ હોય છે. તેવી જ રીતે, પોસ્ટ ઓફિસની 5-વર્ષીય ટાઈમ ડિપોઝિટ યોજનામાં પણ કલમ 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે, પરંતુ તેના પર મળતું વ્યાજ લાગુ પડતા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સેબલ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ સ્કીમ્સમાં કોઇ ટેક્સ રાહત મળતી નથી

કેટલીક એવી સ્કિમ્સ છે જે શાનદાર રિટર્ન આપે છે પરંતુ તેમાં કોઈ ટેક્સ છૂટ મળતી નથી. 'પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ' (POMIS) નિશ્ચિત માસિક આવક પૂરી પાડવા માટે જાણીતી છે, તેમ છતાં તેમાં ટેક્સ સંબંધિત કોઈ લાભ મળતા નથી. તેવી જ રીતે, 'કિસાન વિકાસ પત્ર' (KVP) 115 મહિનામાં તમારા નાણાં બમણા કરે છે, પરંતુ તે કલમ 80C હેઠળની ટેક્સ છૂટ માટે પાત્ર નથી; આ ઉપરાંત તેના પર મળતું વ્યાજ વાર્ષિક ધોરણે ટેક્સેબલ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

tax benefits ppf SSY-NSC Best post office saving schemes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ