બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / indias squad for t20 series against west Indies announced virat kohli dropped rohit captain

BIG NEWS / વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત કેપ્ટન, કોહલી અને બૂમરાહને આરામ

Mayur

Last Updated: 02:42 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઇએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણીમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે યથાવત રહેશે પણ કોહલીને ટીમમાં સ્થાન નથી મળી શક્યું.

  • વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત
  • રોહિત શર્મા કેપ્ટન
  • વિરાટ કોહલીને ડ્રોપ કરાયાની અટકળો 

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ માટે ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં રોહિત શર્મા કેપ્ટન પદે યથાવત રહેશે. વિરાટ કોહલીને ખરાબ ફોર્મનાં પગલે વેસ્ટ ઈન્ડીઝ સામેની ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાંથી પડતો મુકાયો હોવાની શક્યતા છે. વિરાટ સિવાય બૂમરાહને પણ આરામ આપવામાં આવ્યો છે. 

 

વર્લ્ડકપ અગાઉ ટીમ તૈયાર કરવાનું દબાણ 

ઉલેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપ આવી રહ્યો હોવાથી એ અગાઉ ટીમ નિશ્ચિત કરવાની જવાબદારી કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સામે મોડો પડકાર છે. ત્યારે ઘણા ખેલાડીઓ સતત સારું પરફોર્મ કરીને દાવેદારી નોંધાવી ચૂક્યા છે. એવા સમયે સતત નિષ્ફળ રહેનારા પૂર્વ કપ્તાન વિરાટને ટીમમાં સમાવવો દેખીતી રીતે મુશ્કેલ થઈ જાય. 

વિરાટના વળતાં પાણી?

વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી તેનાં આગવા ટચમાં દેખાતો નથી. આઉટ ઓફ ફોર્મ હોવાનું તેને ભારે પડ્યું હોય એવું લાગી રહ્યું છે. કોઈ કારણ આપ્યા વગર તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાંથી પડતો મુકાયો હોવાથી દેખીતી રીતે હવે વર્લ્ડકપ અગાઉ તેની ટીમમાં વાપસી મુશ્કેલ બની ગઈ છે. 

વિરાટને આરામ અપાયા ઉપરાંત આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં સારું પર્ફોર્મરન્સ કરનાર દિપક હુડાને ટીમમાં સ્થાન મળ્યું છે. તેની અને શ્રેયસ ઐય્યરની પાસેથી ટીમ અપેક્ષા રાખી રહી છે. 

સ્કવોડ 

રોહિત શર્મા (C), ઇશાન કિશન, કેએલ રાહુલ*, સૂર્યકુમાર યાદવ, દિપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, આર બિશ્નોઈ, કુલદીપ યાદવ*, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

  *કેએલ રાહુલ અને કુલદીપ યાદવનો સમાવેશ ફિટનેસને આધારે થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ