બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હોન્ડાએ રજૂ કર્યું Honda ADV 160 મેક્સી સ્કૂટર, જાણો ધમાકેદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ!

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / હોન્ડાએ રજૂ કર્યું Honda ADV 160 મેક્સી સ્કૂટર, જાણો ધમાકેદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ!

Last Updated: 04:49 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હોન્ડા ટુ-વ્હીલરે ભારતીય બજારમાં પોતાના 10 આગામી પ્રોડક્ટ્સ પરથી પરદો ઉંચક્યો છે. જેમાં દેશનું પહેલું E85 ફ્યુઅલ પર ચાલનારું એડવેન્ચર સ્ટાઇલ મેક્સી સ્કૂટર Honda ADV 160 સૌથી વધુ ચર્ચામાં છે.

1/6

photoStories-logo

1. હોન્ડાએ રજૂ કર્યું Honda ADV 160 મેક્સી સ્કૂટર, જાણો ધમાકેદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ!

હોન્ડા ટુ-વ્હીલરે આ અઠવાડિયે ભારતમાં એક મોટા ઈવેન્ટ દરમિયાન પોતાના 10 આગામી પ્રોડક્ટ્સને રજૂ કર્યા છે. આ યાદીમાં મોટા એન્જિનવાળી મોટરસાઇકલ્સની સાથે એડવેન્ચર સ્ટાઇલ મેક્સી સ્કૂટર પણ સામેલ છે. આ સ્કૂટર ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે અને તે દેશનું એવું પહેલું સ્કૂટર બનશે જે E85 ફ્યુઅલ (ઈથેનોલ મિશ્રિત બળતણ) પર દોડશે. આ સ્કૂટરનું નામ Honda ADV 160 છે. હોન્ડાનું કહેવું છે કે આ સ્કૂટરને ભારતમાં જ મેન્યુફેક્ચર કરવામાં આવશે. આ સાથે જ કંપની ભવિષ્યમાં આ મોડેલને ભારતમાંથી અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવાની પણ યોજના બનાવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શું ખાસ હશે Honda ADV 160 સ્કૂટરમાં?

Honda ADV 160 દેશનું પ્રથમ E85 ફ્યુઅલ આધારિત સ્કૂટર હશે. આ સ્કૂટરમાં 157 cc નું સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 16.3 bhp પાવર અને 14.9 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન CVT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. હોન્ડા આ સ્કૂટરને ફ્યુચર-રેડી પ્રોડક્ટ તરીકે માર્કેટમાં ઉતારી રહ્યું છે. ડિઝાઇનની વાત કરીએ તો, આ સ્કૂટર રગ્ડ ડિઝાઇન અને શાર્પ બોડી લાઇન સાથે આવે છે. તેમાં મોટી એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીન અને ટ્વિન LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. ખરાબ રસ્તાઓ પર ઉત્તમ રાઇડિંગ માટે તેમાં બ્લોક પેટર્ન ટાયર્સ, અપરાઇટ રાઇડિંગ પોઝિશન અને વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે. હોન્ડાએ તેને એક ઉત્તમ 'સિટી એડવેન્ચર' સ્કૂટર તરીકે પેશ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર

ફુલ કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, જે હોન્ડા રોડસિંક (Honda RoadSync) સ્માર્ટફોન કનેક્ટિવિટી ધરાવે છે. આનાથી નેવિગેશન અને કમ્યુનિકેશન ફંકશન્સનો ઉપયોગ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સુરક્ષા અને સગવડ

ટોર્ક કંટ્રોલ, સિંગલ ચેનલ ABS, USB ચાર્જિંગ સોકેટ અને 27 લીટરની વિશાળ અંડરસીટ સ્ટોરેજ કેપેસિટી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સસ્પેન્શન અને વ્હીલ્સ

ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર અને રિયરમાં ટ્વિન શોક એબ્ઝોર્બર આપવામાં આવ્યા છે. આ સ્કૂટરમાં 14 ઇંચનું ફ્રન્ટ વ્હીલ અને 13 ઇંચનું રિયર વ્હીલ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વજન

આ સ્કૂટરનું કુલ વજન આશરે 133 kg છે. જોકે, હોન્ડા કંપનીએ હજુ સુધી આ સ્કૂટરની લોન્ચ ડેટ અને અધિકૃત કિંમત અંગે કોઈ જાહેરાત કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

E85Scooter HondaIndia HondaADV160
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ