બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનની એક ટિકિટ, 8 જગ્યાએ સ્ટોપ! રેલવેની આ ખાસ સુવિધા વિશે મોટાભાગના લોકો નથી જાણતા
9 ફોટો ગેલેરી
Last Updated: 01:17 PM, 9 August 2026
1/9
લાંબી મુસાફરી દરમિયાન દરેક શહેર માટે અલગ ટિકિટ લેવાની ઝંઝટ ઓછી થઈ શકે છે.આ સુવિધા ખાસ કરીને પ્રવાસ અને તીર્થયાત્રા કરનારા મુસાફરો માટે ઉપયોગી માનવામાં આવે છે.સર્કુલર જર્ની ટિકિટમાં આખો રૂટ અગાઉથી નક્કી કરવામાં આવે છે અને તેના આધારે ભાડું નક્કી થાય છે. જોકે ટિકિટ લીધા પછી દરેક ટ્રેનમાં સીટ કે બર્થ આપમેળે રિઝર્વ થતી નથી.
2/9
સર્ક્યુલર જર્ની ટિકિટ એવી સુવિધા છે જેમાં મુસાફર એક સ્ટેશનથી મુસાફરી શરૂ કરીને નક્કી કરેલા રૂટ પર અનેક સ્થળોની મુલાકાત લઈ શકે છે અને અંતે એ જ સ્ટેશન પર પરત ફરી શકે છે. ઉદાહરણ તરીકે દિલ્હીથી જયપુર, અમદાવાદ, મુંબઈ અને પુણે થઈને ફરી દિલ્હી આવવાનું હોય તો યોગ્ય રૂટ માટે આ પ્રકારની ટિકિટ લઈ શકાય છે. આખી મુસાફરીનો રૂટ અગાઉથી નક્કી કરવામાં આવે છે.
3/9
સર્ક્યુલર જર્ની ટિકિટમાં મુસાફરને મુસાફરી દરમિયાન અનેક સ્થળોએ રોકાવાની સુવિધા મળે છે. આ ટિકિટમાં મહત્તમ 8 જગ્યાએ બ્રેક જર્નીની મંજૂરી મળી શકે છે. એટલે મુસાફર રસ્તામાં અલગ-અલગ શહેરોમાં રોકાઈને પ્રવાસ કરી શકે છે. જોકે આખો રૂટ ટિકિટ બનાવતી વખતે અગાઉથી નક્કી કરવો જરૂરી છે.
4/9
સર્ક્યુલર જર્ની ટિકિટનો એક મહત્વનો ફાયદો ટેલિસ્કોપિક ફેર છે. લાંબા રૂટ માટે આ વ્યવસ્થાને કારણે પોઈન્ટ-ટુ-પોઈન્ટ ટિકિટની સરખામણીમાં ભાડું ઓછું પડી શકે છે. રેલવેના નિયમો મુજબ સર્ક્યુલર જર્ની ટિકિટનું ભાડું બે સિંગલ જર્નીના આધારે નક્કી કરવામાં આવે છે. ટ્રેન, ક્લાસ અને અન્ય લાગુ પડતા ચાર્જ અલગ હોઈ શકે છે.
5/9
સર્ક્યુલર જર્ની ટિકિટ ખરીદી લીધા બાદ દરેક ટ્રેનમાં સીટ કે બર્થ આપમેળે બુક થતી નથી. ટિકિટ આખા પ્રવાસ માટેની મુસાફરીને આવરી લે છે પરંતુ જે ટ્રેનમાં આરક્ષિત સીટ જોઈએ તેના માટે અલગથી રિઝર્વેશન કરાવવું પડે છે. એટલે પ્રવાસના દરેક તબક્કા માટે જરૂરી હોય ત્યાં સીટ કે બર્થનું બુકિંગ કરાવવું જરૂરી છે.
6/9
સૌથી પહેલા આખા પ્રવાસનું આયોજન કરવું પડે છે. તેમાં મુસાફરી ક્યાંથી શરૂ થશે, કયા શહેરોમાં રોકાવાનું છે અને અંતે કયા સ્ટેશન પર પરત ફરવાનું છે તે નક્કી કરવું પડે છે. ત્યારબાદ સંબંધિત રેલવે ડિવિઝનના અધિકારીઓનો સંપર્ક કરી શકાય છે. રૂટના આધારે રેલવે ભાડું અને ટિકિટની વિગતો તૈયાર કરે છે અને ત્યારબાદ બુકિંગ ઓફિસમાંથી ટિકિટ મેળવી શકાય છે.
7/9
રેલવે કેટલાક લોકપ્રિય પ્રવાસન અને તીર્થ સ્થળો માટે સ્ટાન્ડર્ડ સર્ક્યુલર જર્ની ટિકિટ પણ ઉપલબ્ધ કરાવે છે. તેમાં રૂટ પહેલાથી નક્કી કરવામાં આવેલો હોય છે. જો આમાંથી કોઈ રૂટ તમારા પ્રવાસના આયોજન સાથે મેળ ખાતો હોય તો તેનો લાભ લઈ શકાય છે. જો તમારો રૂટ અલગ હોય તો તમારી સંપૂર્ણ મુસાફરીની વિગતો આપીને તેના આધારે સર્ક્યુલર જર્ની ટિકિટ તૈયાર કરાવી શકાય છે.
8/9
સર્ક્યુલર જર્ની ટિકિટની માન્યતા મુસાફરીની કુલ દૂરી અને બ્રેક જર્ની સહિતના નિયમો પર આધારિત હોય છે. રેલવેના નિયમો મુજબ કુલ દૂરીના આધારે મુસાફરીના દિવસો અને બ્રેક જર્ની માટેની તારીખો નક્કી કરવામાં આવે છે. ટિકિટ પર આપવામાં આવેલી તારીખથી મુસાફરી શરૂ કરીને નક્કી કરેલી માન્યતાની અંદર પ્રવાસ પૂર્ણ કરવો પડે છે.
9/9
એક જ પ્રવાસમાં અનેક શહેરોની મુલાકાત લેવા માંગતા લોકો માટે સર્ક્યુલર જર્ની ટિકિટ ખાસ ઉપયોગી બની શકે છે. પરિવાર સાથે લાંબી ટ્રિપ કરનારા લોકો તેમજ તીર્થયાત્રા કે અનેક રાજ્યોની મુલાકાત લેતા મુસાફરો તેનો ઉપયોગ કરી શકે છે. દરેક પડાવ માટે અલગ ટિકિટ લેવાની જરૂરિયાત ઓછી થઈ શકે છે. લાંબી મુસાફરીમાં ટેલિસ્કોપિક ફેરને કારણે ભાડામાં પણ બચત થવાની શક્યતા રહે છે. જોકે વાસ્તવિક બચત રૂટ, ટ્રેન, ક્લાસ અને અન્ય લાગુ પડતા ચાર્જ પર આધારિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ