બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / indian navy maltese cargo ship rescue update arabian sea

રેસ્ક્યૂ / અરબ સાગરમાં સમુદ્રી ચાંચિયાઓએ માલ્ટાના જહાજ પર કર્યો હુમલો, ભારતીય નૌસેનાએ યુદ્ધપોત મોકલીને કર્યો બચાવ

Dinesh

Last Updated: 03:52 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

cargo ship rescue: જહાજ કોરિયાથી તુર્કી જઈ રહ્યું હતું, સોમાલિયાના ચાંચિયાઓએ તેના પર હુમલો કર્યો છે તેનો છેલ્લે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે અરબી સમુદ્રમાં સોકોટ્રા દ્વીપથી યમન તરફ 380 નોટિકલ માઈલ દૂર હતું

  • અરબી સમુદ્રમાં માલ્ટાના જહાજ પર ચાંચિયાઓનો હુમલો
  • ભારતીય નૌકાદળ યુદ્ધપોત કરાયેલા જહાજ MV રુએનની મદદે પહોંચ્યું
  • હાઇજેક કરાયેલા જહાજમાં 18 લોકો સવાર


cargo ship rescue: ભારતીય નૌસેના અરબી સમુદ્રમાં માલ્ટાના એક જહાજને ચાંચિયાઓથી બચાવી રહી છે. 14 ડિસેમ્બરે નૈસેનાએ એક એલર્ટ જારી કર્યું હતું. નૌકાદળે યુદ્ધપોત કરાયેલા જહાજ MV રુએનની મદદ કરી હતી.  એક અહેવાલ મુજબ હાઇજેક કરાયેલું જહાજ કોરિયાથી તુર્કી જઈ રહ્યું હતું. ત્યારબાદ સોમાલિયાના ચાંચિયાઓએ તેના પર હુમલો કર્યો હતો. જ્યારે વહાણનો છેલ્લે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે અરબી સમુદ્રમાં સોકોટ્રા દ્વીપથી યમન તરફ 380 નોટિકલ માઈલ દૂર હતું. નોસેનાને UKMTO પોર્ટલ પર સંદેશો મળ્યો હતો કે 6 અજાણ્યા લોકો તેમના જહાજ પર આવ્યા છે. આ પછી નૌકાદળે એડનના અખાતમાં એમવી રુએનને શોધવા માટે દેખરેખ માટે તેનું એક વિમાન પણ તૈનાત કર્યું હતું. હાઇજેક કરાયેલા જહાજમાં 18 લોકો સવાર છે.

ફાઈલ તસવીર

હવાઈ પરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો
ભારતીય નૌકાદળના વિમાનોએ સમગ્ર વિસ્તારનું હવાઈ સર્વે કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. નૌકાદળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લૂટારા અપહરણ કરાયેલા જહાજને સોમાલિયા તરફ લઈ જઈ રહ્યા છે. યુરોપિયન યુનિયન અને સ્પેને પણ જહાજને બચાવવા માટે તેમના નૌકાદળને તૈનાત કર્યા છે. 2017 પછી અરબી સમુદ્રમાં જહાજ અપહરણનો આ સૌથી મોટી ઘટના છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્યાના રાષ્ટ્રપતિ સાથે દરિયાઈ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અન્ય દેશોની સાથે ભારત પણ સમયાંતરે અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં એન્ટી-પાયરસી ઓપરેશન ચલાવ્યો છે.

જહાજોને સતર્ક રહેવા એલર્ટ જાહેર કર્યું
હાલમાં બ્રિટને આ વિસ્તારમાંથી પસાર થતા જહાજોને સતર્ક રહેવા એલર્ટ જાહેર કર્યું છે. જહાજના સંચાલકોને કંઈપણ શંકાસ્પદ જણાય તો તરત જ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. સોમાલિયા એવો દેશ છે કે જેના સમુદ્રમાં માછલીઓનો પુષ્કળ ભંડાર છે.  સોમાલિયાની અર્થવ્યવસ્થા માત્ર માછલી પર આધારિત હતી. ત્યારે અહીં ચાંચિયાઓનો ડર નહોતો. મોટાભાગના લોકો માછલીનો વેપાર કરતા હતા. પછી અહીં ગૃહયુદ્ધ શરૂ થયું અને સરકાર અને નૌકાદળ હવે ન રહી તેથી વિદેશી કંપનીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ