ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કોહલીનું 900 કરોડ રૂપિયાનું નેટ વર્થ
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ, વિરાટ કોહલીએ ગયા વર્ષે 252.72 કરોડની કમાણી કરી હતી. આ રીતે, અત્યાર સુધી તેની કુલ સંપત્તિ 900 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ આવકનો સૌથી મોટો સ્રોત જાહેરાત અને સ્ટાર્ટઅપ છે. વિરાટ પાસે ઘણી મોટી અને મોંઘી બ્રાન્ડ છે જેની તે જાહેરાત કરે છે. વિરાટ કોહલી હાલમાં MYNTRA, UBER, AUDI, MRF, MANYAVAR સહિતની ઘણી બ્રાન્ડની જાહેરાત કરે છે. Puma કંપની સાથે મળી બનાવવામાં આવેલીં તેની બ્રાન્ડ વન 8100 કરોડને આંકડો પાર કરી ગયો છે. કોહલીના નામ પર બે રેસ્ટોરેન્ટ પણ છે.
થોડા અઠવાડિયા પહેલાં આ સમાચાર આવ્યા હતા કે, વિરાટ કોહલીએ એક ઇન્શ્યોરન્સ સ્ટાર્ટઅપ ડિઝિટમાં રોકાણ કર્યું છે. તદ્ઉપરાંત વિરાટ એક જીમ ચેન 'Chisle' નો પણ માલિક છે. તેણે સ્ટેપાથલોન કિડ્સ અને સ્પોર્ટસ કોન્વોમાં પણ રોકાણ કર્યું છે. તે તેના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આટલું જ નહીં, તેમની પાસે 'WROGN' નામની ઇ-કોમર્સ ફેશન બ્રાન્ડ પણ છે.
ADVERTISEMENT
BCCI તરફથી વિરાટ કોહલીને વાર્ષિક 7 કરોડ રૂપિયા પગાર મળે છે
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુમાં 39 ટકા વધારો થયો છે. જ્યાં સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગની વાત છે, તેની ફી 17 કરોડ છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટનને આ લીગનો સૌથી મોંઘો ખેલાડી બનાવે છે. આ સિવાય BCCI તરફથી વિરાટ કોહલીને વાર્ષિક 7 કરોડ રૂપિયા પગાર મળે છે.

ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ પર 51.4 મિલિયન ફોલોવર્સ
2019 ની ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી લિસ્ટમાં વિરાટ કોહલી ટોપ પર છે. કોહલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 51.4 મિલિયન ફોલોઅર્સ છે. ભારતીય કેપ્ટન એક પોસ્ટ માટે 1.35 કરોડ રૂપિયા લે છે, જ્યારે એક અહેવાલ અનુસાર કોહલી એક ટ્વિટ માટે 2.3 કરોડ રૂપિયા કમાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો