બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Indian badminton player PV Sindhu is likely to miss World Championships due to ankle injury:

ખેલ / કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પીવી સિંધુને લાગ્યો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી બહાર રખાઈ, જાણો કારણ

Hiralal

Last Updated: 09:37 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિંટનમાં ગોલ્ડ જીતનાર ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી આરામ આપવામાં આવ્યો છે.

  • ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં નહીં રમે
  • પગની પાનીને કારણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી બહાર થઈ
  • ઈજા થઈ હોવા છતા પણ કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં જોર લગાવીને જીત્યો હતો ગોલ્ડ 
  • 21 ઓગસ્ટથી જાપાનમાં શરુ થઈ રહી છે વર્લ્ડ ચેમ્પિયનશીપ 

21 ઓગસ્ટથી જાપાનની રાજધાની ટોક્યોમાં બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપ શરુ થઈ રહી છે અને તેમાં ઘણા ભારતીય ખેલાડીઓ ભાગ લેવાના છે. ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ પણ તેમાં ભાગ લેવાની હતી પરંતુ હવે સિંધુ આ ઈવેન્ટમાં નહીં રમી શકે કારણ કે પગની પાનીની ઈજાને કારણે તેને વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી આરામ આપવામાં આવ્યો છે. બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડીયાના સૂત્રોના જણાવ્યાનુસાર, પગની પાનીની ઈજાને કારણે સિંધુને વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી બહાર રાખવામં આવી છે. 

ઈજા હોવા છતા પણ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો હતો ગોલ્ડ 
કોમનવેલ્થ ગેમ્સની બેડમિંટનની ફાઈનલમાં ઈજા થઈ હોવા છતાં પણ સિંધુએ જોર લગાવીને રમત રમી હતી જેને કારણે તેની ઈજા કાબુ બહાર ગઈ હતી અને હવે તેને તેનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. 

વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિંધુનો રેકોર્ડ 
બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પીવી સિંધુનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 2019ની ટૂર્નોમેન્ટમાં સિંધુએ એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ