બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Indian Army eliminated 21 terrorists in just 50 days

કાર્યવાહી / માત્ર 50 દિવસમાં 21 આતંકીઓનો ભારતીય સેનાએ ખાત્મો બોલાવી દીધો, સલામ છે આપણાં જવાનોને, જુઓ સંપૂર્ણ વિગત

Priyakant

Last Updated: 10:13 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu Kashmir News: 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 21 આતંકીઓને ઠાર કર્યા, જાન્યુઆરીથી મે સુધી સેનાએ 14 આતંકવાદીઓને ઠાર કર્યા

  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ વધી 
  • સેનાએ પુંછ જિલ્લામાં બે દિવસમાં 6 આતંકીઓને ઠાર કર્યા
  • 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 21 આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓ અને દેશના સુરક્ષા દળો વચ્ચે અથડામણ વધી છે. તાજેતરમાં જ સેનાએ પુંછ જિલ્લામાં બે દિવસમાં 6 આતંકીઓને ઠાર કર્યા હતા. એક રિપોર્ટ અનુસાર જૂન અને જુલાઈ મહિના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ માટે સૌથી ઘાતક રહ્યા છે. કારણ કે 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 21 આતંકીઓને ઠાર કર્યા હતા. આ સાથે આ વર્ષે જાન્યુઆરીથી મે સુધી સેનાએ 14 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ઘણી ઓછી હતી. એક અહેવાલ મુજબ જાન્યુઆરીમાં 4, ફેબ્રુઆરીમાં 3, માર્ચમાં 1 અને એપ્રિલમાં શૂન્ય આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે જ મે મહિનામાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. નિષ્ણાતોએ કહ્યું કે, એન્કાઉન્ટરમાં આતંકવાદીઓને માર્યા જવાના આંકડા આશ્ચર્યજનક નથી. કારણ કે સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં પાસ બંધ થવાને કારણે ઘૂસણખોરીમાં ઘટાડો થાય છે. ત્યારપછી જેમ જેમ બરફ પીગળે છે તેમ આતંકવાદીઓની ઘૂસણખોરી વધવા લાગે છે.

નોંધનીય છે કે, આ વર્ષે 1 જાન્યુઆરીથી 20 જુલાઈ અને 2022ની 1 જાન્યુઆરીથી 20 જુલાઈ વચ્ચે માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં 73 ટકાનો ઘટાડો નોંધાયો છે. સુરક્ષા નિષ્ણાતોએ ને આતંકવાદી ગતિવિધિઓ પર અંકુશ અને સ્થાનિક આતંકવાદીઓની ભરતીમાં ઘટાડાનું મુખ્ય કારણ ગણાવ્યું છે.  

અહેવાલો મુજબ 2022માં જાન્યુઆરી-જુલાઈ દરમિયાન 95 સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 8 સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે 36 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ તરફ આ વર્ષે માત્ર 27 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા સ્થાનિક આતંકવાદીઓની સંખ્યામાં ઘટાડો હાલમાં J&Kમાં કાર્યરત કુલ આતંકવાદીઓની ટકાવારીમાં થયેલા ઘટાડા સાથે મેળ ખાય છે. 20 જુલાઈ સુધીમાં 71 વિદેશી આતંકવાદીઓ અને 38 સ્થાનિકો સહિત 109 આતંકવાદીઓ સક્રિય હોવાનું કહેવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ