બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / India will go to Pakistan for the Asia Cup or not? Captain Rohit Sharma also opened the cards
ADVERTISEMENT
એશિયા કપ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. પરંતું 18 ઓક્ટોમ્બરે મુંબઈમાં આયોજીત વાર્ષિક સામાન્ય સભામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઈન્ડીયા પાકિસ્તાનની મુલાકાત લેશે નહીં. આ મુદ્દી જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવામાં આવ્યો તો તેણે પણ આ મુદ્દે સ્પષ્ટ જવાબ આપ્યો છે.
કેપ્ટન રોહિતે આ આપ્યો જવાબ
પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રોહિત શર્માને એશિયા કપ 2023 વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ભારત પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે અંગે હવે વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2022 માં બંને ટીમો વચ્ચે 23 ઓક્ટોમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાશે.
ADVERTISEMENT
એશિયા કપ 2022 પણ તટસ્થ સ્થળે યોજાયો હતો
એશિયા કપ 2022 ની યજમાન શ્રીલંકાને સોંપવામાં આવી હતી. પરંતું રાજકીય પરિસ્થિતિ યોગ્ય ન હોવાને કારણે આ ટુર્નામેન્ટ ન્યુટ્રલ વેન્યું UAE માં રમાશે અને આ વખતે પણ ટુર્નામેન્ટ ન્યુટ્રલ વેન્યું પર જોઈ શકાશે. પાકિસ્તાનને આગામી 3 વર્ષમાં ICC ની બે મોટી ઈવેન્ટસની યજમાની પણ મળવાની છે. તે જ સમયે, એશિયન ક્રિકેટ કાઉન્સીલ અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ઈન ઈન્ડીયા ના પ્રમુખ સચિન જય શાહે સ્પષ્ટ કર્યું છે કે આવતા વર્ષે એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે.
2008 પછી PAK ની મુલાકાત લીધી નથી
ભારતીય ટીમ 2008 થી પાકિસ્તાન સામે રમવા ગઈ નથી. ભારતીય ટીમ છેલ્લે 2008 માં પાકિસ્તાન ગઈ હતી. બંને પાડોશી દેશોએ છેલ્લે 2012 માં મર્યાદિત ઓવરોની દ્રિપક્ષીય શ્રેણી રમી હતી. જ્યારે પાકિસ્તાન ત્રણ T20 ઈન્ટરનેશનલ અને તેટલી ODI માટે વર્ષોથી પાકિસ્તાનનો પ્રવાસ કરે છે. ઈગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડીઝ અને શ્રીલંકાએ વર્ષોથી પાકિસ્તાનને પ્રવાસ કર્યો છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ પણ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.