બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / india vs kuwait saff championship final result team india became champion 9th times

India vs Kuwait / SAFF Championship: ભારત 9મી વખત ચેમ્પિયન, શ્વાસ થંભી જાય તેવી મેચના પેનલ્ટી શુટ આઉટમાં 5-4થી કુવૈતને આપી હાર

Bijal Vyas

Last Updated: 11:35 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SAFF ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ ભારત અને કુવૈત વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની મેચ હાફ ટાઈમ સુધી 1-1 થી બરાબર રહી હતી. જે ભારતે પોતાના નામે કર્યું.

  • SAFF ચેમ્પિયનશિપ 2023 ની ફાઇનલ મેચ બેંગલુરુમાં રમાઈ
  • ભારતીય ફૂટબોલ ટીમે નવમી વખત SAFF ચેમ્પિયનશિપ જીતી

SAFF Championship Final 2023 Result: ભારત અને કુવૈત વચ્ચે SAFF ચેમ્પિયનશિપ 2023 ની ફાઇનલ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે ટક્કરની મેચ જોવા મળી. હાફ ટાઈમ સુધી મેચ 1-1 થી બરાબર રહી હતી. આ પછી મેચનું પરિણામ પેનલ્ટી શૂટ આઉટથી થયું. તેને સુનીલ છેત્રીના નેતૃત્વમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાએ આ જીત મેળવી હતી. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી જીત મેળવી હતી. ભારતીય ફૂટબોલ ટીમે નવમી વખત SAFF ચેમ્પિયનશિપ જીતી છે. આ અગાઉ ભારતીય ટીમ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021માં જીતી ચૂકી છે.
 

ભારતીય ફુટબોલ ટીમએ સુનીલ છેત્રીના નેતૃત્વમાં ફાઇનલ મેચમાં કુવૈતને પેનલ્ટી શૂટ-આઉટમાં 5-4થી હરાવ્યું હતું. જીતનો હીરો ગોલકીપર ગુરપ્રીત સંધુ રહ્યો. તેણે પેનલ્ટી બચાવીને ભારતને ચેમ્પિયન બનાવ્યું. આ સાથે ભારત નવમી વખત SAFF ચેમ્પિયનશિપનું વિજેતા બન્યું છે. નિયમિત સમય અને ઈજા અને વધારાના સમયમાં બંને ટીમો 1-1થી બરાબરી પર હતી. આ પછી મેચ પેનલ્ટીમાં ગઈ જ્યાં ભારતીય ગોલકીપર ગુરપ્રીત સંધુ દિવાલ બનીને ઉભો રહ્યો અને જીતનો હીરો બન્યો.

બંને ટીમો પહેલા હાફમાં કરેલા ગોલને આગળ વધારી શકી ન હતી અને ત્યાર બાદ બંને ટીમો વચ્ચેની મેચ એકસ્ટ્રા ટાઇમમાં જતો રહ્યો. આ મેચની શરૂઆતમાં કુવૈતનો દબદબો જોવા મળ્યો હતો. કુવૈતે 14મી મિનિટે સારો દેખાવ કર્યો હતો. તેના વતી અબ્દુલ્લા અલબાલુશીએ ગોલ કર્યો હતો. આ પછી ભારતીય ટીમે કુવૈત પર એટેક કર્યો. ત્યારપછી લલિયાન્ઝુઆલા ચાંગટેએ 39મી મિનિટે ભારતીય ટીમને બરાબરી પર પહોંચાડી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ