ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / India ratings cut GDP forecast to 6.7 percent from earlier estimate of 7.3 percent

વિકાસદર / દેશનો GDP વૃદ્ધિ દર 2019-20માં રહેશે 6.7 ટકા, ઈન્ડિયા રેટિંગ્સે લગાવ્યું અનુમાન

Published By: Dhruv

Last Updated: 05:39 PM, 29 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે દેશની જીડીપીના ગ્રોથ રેટના અનુમાનને ઘટાડીને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૬.૭ ટકા રહેવાનું અનુમાન કર્યું છે. આ રેટ છેલ્લાં છ વર્ષમાં સૌથી નીચી સપાટીએ છે. ઇન્ડિયા રેટિંગ્સ એજન્સીએ સાથે-સાથે એવું પણ જણાવ્યું છે કે અર્થતંત્રમાં તેજી લાવવા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન દ્વારા કરવામાં આવેલા ઇકોનોમિક બૂસ્ટરની જાહેરાતથી થોડા સમય માટે વિકાસને મદદ મળી રહેશે.

ADVERTISEMENT

GDP

રેટિંગ એજન્સીએ અગાઉ વિકાસદર (Growth rate) ૭.૩ ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ હવે વપરાશ અને માગમાં ઘટાડો, નબળું ચોમાસું અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના વૃદ્ધિદરમાં આવેલ ઘટાડાના કારણે દેશનો વિકાસદર ઘટી શકે છે. થોડા દિવસ પૂર્વે વિદેશી રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે પણ કેલેન્ડર વર્ષ ૨૦૧૯ માટે દેશના વિકાસ અનુમાનને ૬.૮ ટકાથી ઘટાડીને ૬.૨ ટકા કર્યું હતું. ફિક્કીએ પણ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો વૃદ્ધિદર છ ટકા રહેશે.

GDP

એપ્રિલ-જૂન-૨૦૧૮-૧૯માં દેશનો આર્થિક વૃદ્ધિદર ૮.૨ ટકા જોવા મળ્યો હતો. ઇન્ડિયા રેટિંગ્સે વધુમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ટ્રેડ વોરના કારણે દેશની નિકાસ પ્રભાવિત થશે. આ ઉપરાંત ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી) લોન બાબતે કોઇ સ્થિતિ સુધારવામાં નિષ્ફળ જતાં વિકાસદરના અનુમાનને ઘટાડવામાં આવ્યું છે. ઇન્ડિયા રેટિંગ્સે પોતાના રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે કે જૂન ક્વાર્ટરમાં વિકાસદર ૫.૭ ટકા રહી શકે છે. વિકાસદરમાં આ સતત પાંચમા ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળશે. બીજા છ માસમાં બેઝ ઇફેક્ટના કારણે વિકાસદર વધીને ૭.૬ ટકા પર પણ પહોંચી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

GDP GDP forecast Growth rate India ratings business જીડીપી વિકાસ દર GDP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ