બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india post recruitment 2022 apply online for gds bpm abpm posts

GOOD NEWS / સરકારી નોકરી: ભારતીય પોસ્ટ વિભાગમાં નિકળી બંપર ભરતી, 38,926 પદ પર ધોરણ 10 પાસ કરી શકશે અરજી

Pravin

Last Updated: 12:10 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય પોસ્ટ વિભાગે ગ્રામિણ પોસ્ટ સેવક સહિત અન્ય પદ પર ભરતી માટે નોટિફિકેશ જાહેર કરી દીધું છે.

  • પોસ્ટ વિભાગમાં નિકળી ભરતી
  • ગ્રામિણ પોસ્ટ સેવામાં 38 હજારથી વધારે થશે ભરતી
  • ઓનલાઈન કરવાની રહેશે અરજી

ભારતીય પોસ્ટ વિભાગે ગ્રામિણ પોસ્ટ સેવક સહિત અન્ય પદ પર ભરતી માટે નોટિફિકેશ જાહેર કરી દીધું છે. તમામ યોગ્ય ઉમેદવાર  India Post GDS Recruitment 2022 માટે સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર 5 જૂન 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ પદ પર ભરતી માટે અરજી પ્રક્રિયા 2 મેથી શરૂ થઈ ચુકી છે. 

38926 ખાલી પદ પર જગ્યા ભરવામાં આવશે

સત્તાવાર નોટિફિકેશ અનુસાર, આ પ્રક્રિયાના માધ્યમથી ભારતીય પોસ્ટમાં બ્રાંચ પોસ્ટમાસ્ટર, આસિસ્ટેંટ બ્રાંચ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ સેવકના 38,926 ખાલી પદ પર ભરતી થશે. બ્રાંચ પોસ્ટ માસ્ટર પદ માટે 12,000 રૂપિયાનું વેતન આપવામાં આવશે, જ્યારે અન્ય પદ માટે ઉમેદવારને 10,000 રૂપિયા મહિનાનું વેતન આપવામાં આવશે.

ધોરણ 10 પાસ પણ કરી શકશે અરજી

ભારતીય પોસ્ટમાં આ પદ પર ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આી છે. જો કે, સરકારી નિયમ અનુસાર અનામત વર્ગના ઉમેદવારની વયમાં છૂટછાટ મળશે. ઉપરાંત આ પદ પર ભરતી માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું અથવા તેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. વિસ્તૃત જાણકારી માટે ઉમેદવારે સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકે છે. 

તમામ યોગ્ય ઉમેદવાર આ ભરતી માટે સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in  પર 5 જૂન સુધીમાં અરજી કરવાની રહેશે. તેના માટે ઉમેદવારે 100 રૂપિયા અરજી ફી ચુકવવાની રહેશે. વધારે જાણકારી માટે સત્તાવાર વેબસાઈટ ચેક કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ