બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India lonching in on Mission Gaganyaan launch as it prepares to make history in space once again

ISRO રચશે ઇતિહાસ / અંતરિક્ષમાં ફરીવાર ઇતિહાસ સર્જવાની તૈયારીમાં ભારત, સામે આવ્યો 'મિશન ગગનયાન' લૉન્ચિંગનો સમય

Kishor

Last Updated: 09:34 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISRO 21 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 7 થી 9 વચ્ચે અવકાશ મિશન 'ગગનયાન' લોન્ચ કરી અવકાશમાં ફરી એકવાર ઇતિહાસ રચવા તરફ આવેકુચ કરી રહ્યું છે.

  • અવકાશમાં ફરી ISRO રચશે ઇતિહાસ
  • મિશન ગગનયાન' લૉન્ચિંગનો સમય
  • 21 ઓક્ટોબર, 2023ના રોજ અવકાશ મિશન 'ગગનયાન' લોન્ચ કરશે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 21 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 7 થી 9 વચ્ચે અવકાશ મિશન 'ગગનયાન' લોન્ચ કરશે. જે ભારતનું પ્રથમ માનવયુક્ત મિશન છે. ઈસરો દ્વારા સત્તાવાર ટ્વીટ કરી ગગનયાનના લોન્ચિંગ માટે માહિતી અપાઈ છે. આ મિશનની ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઈટ (TV-D1) યાન 21 ઓક્ટોબરે સવારે લોન્ચ કરવામાં આવશે. ટીવી-ડી1ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે.પરીક્ષણ વાહન એજ સિંગલ સ્ટેજ લિક્વિડ રોકેટ છે, જે આ અબોર્ટ મિશન માટે તૈયાર કરાયું છે. જેમાં પેલોડ્સમાં ક્રૂ મોડ્યુલ (CM) અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ (CES) નો સમાવેશ થાય છે.

ત્રણ વધુ પરીક્ષણો હાથ ધરવામાં આવશે

આ મિશન હેઠળ અવકાશયાત્રીઓને પૃથ્વીની 400 કિમી ભ્રમણકક્ષામાં લઈ જવા ઉપરાંત સમુદ્રની સપાટી પર ઉતારવા અને પૃથ્વી પર સુરક્ષિત લાવવા સહિતની ક્ષમતાઓનું આંકલન  કરવામાં આવશે. ઇસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે હવે ભવિષ્યમાં આ સમાન ઓછામાં ઓછા ત્રણ વધુ પરીક્ષણો હાથ ધરવામાં આવશે. 

સુરક્ષિત રીતે પાછા ફરવાનો સમાવેશ

આ સફળતા બાદ અમેરિકા, રશિયા અને ચીન પછી માનવસહિત અવકાશ ફ્લાઇટ મિશન શરૂ કરનાર ભારત ચોથો દેશ બનશે. ગગનયાન મિશન મિશનની ખાસિયત એ છે કે તેમાં અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ ગયા બાદ સુરક્ષિત રીતે પાછા ફરવાનો સમાવેશ થાય છે. મિશનના મહત્વપૂર્ણ વિશેષતાએ ડ્રોગ પેરાશૂટની હાજરી જે ક્રૂ મોડ્યુલને સ્થિર કરવામાં અને પુનઃપ્રવેશ દરમિયાન તેની ગતિને સુરક્ષિત સ્તરે ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ