બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 09:59 PM, 3 September 2022
ADVERTISEMENT
હવે ભારતીય સ્ટેટ બેન્કે પોતાની રિસર્ચ રિપોર્ટ ઇકોરેપમાં કહ્યું છે કે, ભારતને 2029માં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું ટેગ મળવાની સંભાવના છે. આ વર્ષ 2014 બાદથી 7માં સ્થાને પહોંચી. વર્ષ 2014માં ભારતીય અર્થવ્યવસ્થાનું રેકિંગ 10મું હતું.
India is likely to get the tag of the 3rd largest economy in 2029, a movement of 7 places upwards since 2014 when India was ranked 10th, stated Research Report from the State Bank of India’s Economic Research Department pic.twitter.com/MmaAv6kCHk
— ANI (@ANI) September 3, 2022
ADVERTISEMENT
પહેલા તિમાહીમાં 13.5 ટકા રહ્યો જીડીપી ગ્રોથ રેટ
એસબીઆઈના ઇકોનોમિક રિસર્ચ ડિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતનો જીડીપી ગ્રોથ રેટ ચાલુ નાણાકીય વર્ષ(22-23)ના પહેલા તિમાહીમાં 13.5 ટકા રહ્યો. જો આ ગતિ ચાલુ રહે છે તો આ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપી ગતિથી વધતી અર્થવ્યવસ્થા હશે.
6 ટકાથી 6.5 ટકાનો વધારો ભારત માટે ન્યૂ નૉર્મલ
નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટનું અનુમાન હાલમાં 6.7 ટકાથી 7.7 ટકા સુધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયામાં અનિશ્ચિતતાઓ વચ્ચે અમારુ માનવું છે કે 6 ટકાથી 6.5 ટકાનો વધારો ભારત માટે ન્યૂ નૉર્મલ છે.
બ્રિટનથી આગળ નીકળ્યું ભારત, બન્યું દુનિયાની 5મી મોટી અર્થવ્યવસ્થા
બીજી અને બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવ્યું છે કે બ્રિટનને પાછળ છોડતા ભારત દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આની સાથે બ્રિટન પછડાઇને 6ઠ્ઠા સ્થાને આવી ગયું છે. એક દાયકા પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 11માં સ્થાને હતું, જ્યારે બ્રિટન 5માં નંબર પર હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.