બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / India has simultaneously deployed three huge ships in the Arabian Sea near Gujarat

કવાયત / ગુજરાત નજીક અરબ સાગરમાં હાઇઍલર્ટ કેમ? ભારતે એક સાથે ત્રણ જંગી જહાજ કર્યા તૈનાત

Priyakant

Last Updated: 08:51 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Coast Guard Latest News: અરબી સમુદ્રમાં ભારતે યુદ્ધ જહાજોની તૈનાતી વધારી, યુદ્ધજહાજ INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા તૈનાત

  • એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા બાદ અરબ સાગરમાં હાઇઍલર્ટની સ્થિતિ
  • પોરબંદરથી 217 નોટિકલ માઈલ દૂર જહાજ એમવી કેમ પ્લુટો પર થયો હતો ડ્રોન હુમલો 
  • ડ્રોન હુમલા બાદ ભારતે અરબી સમુદ્રમાં 3 યુદ્ધ જહાજ તૈનાત કર્યા 

Indian Coast Guard : ગુજરાત નજીક અરબ સાગરમાં હાઇઍલર્ટની સ્થિતિ છે. વાત જાણે એમ છે કે, અરબી સમુદ્રમાં ભારતે યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે. એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા બાદ ભારતે અરબી સમુદ્રમાં 3 યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. નેવીએ આ વિસ્તારમાં યુદ્ધજહાજ INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા તૈનાત કરી છે. નેવીએ કહ્યું છે કે, લોંગ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ P8I પણ તૈનાત કરવામાં આવ્યું છે.

નોંધનિય છે કે, શનિવારે પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઈલ દૂર 21 ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જતા કોમર્શિયલ જહાજ એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજને મદદ પૂરી પાડવા માટે અનેક જહાજો તૈનાત કર્યા હતા.

એમવી કેમ પ્લુટો મુંબઈ પહોંચતા જ તપાસ શરૂ
આ તરફ એમવી કેમ પ્લુટો નામનું જહાજ મુંબઈ બંદરે પહોંચ્યું છે. નૌકાદળે તેનું પ્રારંભિક નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે, ભારતના પશ્ચિમી દરિયાકાંઠે તેના પર ડ્રોન હુમલો થયો હતો, પરંતુ જ્યાંથી હુમલો થયો હતો અને તેના માટે વિસ્ફોટકોનો કેટલો જથ્થો વપરાયો હતો તે ફોરેન્સિક અને તકનીકી તપાસ પછી જ જાણી શકાશે.

શું કહ્યું યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે ? 
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને કહ્યું હતું કે, ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાથી એમવી કેમ પ્લુટોને ફટકો પડ્યો હતો. ભારતીય તટ રક્ષક જહાજ ICGS વિક્રમે તેમને મુંબઈ જતા માર્ગ પર સુરક્ષા પૂરી પાડી હતી. 

નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જહાજના આગમન પર ભારતીય નૌકાદળની વિસ્ફોટક વિરોધી ઓર્ડનન્સ ટીમે હુમલાના પ્રકાર અને પ્રકારનું પ્રારંભિક મૂલ્યાંકન કરવા માટે જહાજનું નિરીક્ષણ કર્યું હતું. હુમલાના વિસ્તારની તપાસ અને જહાજ પર મળેલા કાટમાળથી સંકેત મળે છે કે, તે ડ્રોન હુમલો હતો. જોકે તેમણે કહ્યું કે, હુમલાના પ્રકાર અને ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકોની માત્રા નક્કી કરવા માટે ફોરેન્સિક અને ટેકનિકલ વિશ્લેષણની જરૂર પડશે.

પ્રવક્તાએ કહ્યું કે, વિસ્ફોટક વિરોધી ઓર્ડનન્સ ટીમે જહાજનું વિશ્લેષણ પૂર્ણ કર્યા પછી વિવિધ એજન્સીઓએ સંયુક્ત તપાસ શરૂ કરી. અધિકારીએ કહ્યું કે, અરબી સમુદ્રમાં વ્યાપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ત્રણ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર તૈનાત કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ