બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI ODI: Indian team management changed their strategy for Suryakumar Yadav, prepared plan

મિશન વર્લ્ડકપ / IND vs WI ODI: સૂર્યકુમાર યાદવને લઇ ભારતીય ટીમ મેનેજમેન્ટે બદલી પોતાની રણનીતિ, તૈયાર કર્યો ધાંસૂ પ્લાન

Megha

Last Updated: 11:03 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝ સામેની  સીરિઝમાં ટીમ ઈન્ડિયા ખેલાડીઓના બેટિંગ ક્રમ બદલીને અનેક પ્રયોગ કરી રહી છે. વર્લ્ડકપની દૃષ્ટિએ ટીમ માટે સૂર્યકુમાર મહત્વપૂર્ણ ખેલાડી છે અને આ કારણે તેને લઈને રણનીતિ બદલી છે.

  • વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ODI સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે રમાશે
  • આ સીરિઝમાં સૂર્યકુમાર યાદવ અલગ-અલગ નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા
  • આ કારણે ટીમ ઈન્ડિયાએ સૂર્યાને લઈને પોતાની રણનીતિ બદલી છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ODI સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે એટલે કે મંગળવારે રમાશે. જણાવી દઈએ કે આ સીરિઝમાં ટીમ ઈન્ડિયા આવનાર વનડે વર્લ્ડ કપને લઈને પ્રયોગ કરવા જઈ રહી છે. એ વાત તો નોંધનીય છે કે કે બંને મેચમાં બેટિંગ ઓર્ડરમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો અને બંને મેચમાં સૂર્યકુમાર યાદવ અલગ-અલગ નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. જણાવી દઈએ કે પહેલી મેચમાં સૂર્યકુમાર યાદવ 3 નંબર પર અને બીજી વનડેમાં 6 પર રમ્યો હતો. જો કે એમ છતાં તે બંને મેચમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. વર્લ્ડકપની દૃષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે સૂર્યકુમાર મહત્વપૂર્ણ ખેલાડી છે અને આ કારણે ટીમ ઈન્ડિયાએ સૂર્યાને લઈને પોતાની રણનીતિ બદલી છે.

વર્લ્ડ કપ 2023માં બે મહિનાથી પણ ઓછો સમય બાકી
એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે વર્લ્ડ કપ 2023માં બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 વનડે સીરિઝમાં પોતાની તૈયારીઓ ચકાસી રહી છે. આ કારણોસર પહેલી બે વનડેમાં બેટિંગ ક્રમમાં ઘણા ફેરફારો થયા હતા. બેકઅપ ખેલાડીઓને અજમાવવા માટે વિરાટ કોહલી અને રોહિત શર્માએ બીજી વનડે રમી ન હતી પણ ઈશાન કિશન સિવાય અન્ય કોઈ ખેલાડી તકનો લાભ ઉઠાવી શક્યો નહોતો. 

મેનેજમેન્ટે સૂર્યકુમાર યાદવને લઈને પોતાની રણનીતિ બદલી
આ બધા સાથે જ સૂર્યકુમાર યાદવ પણ બંને મેચમાં ફ્લોપ રહ્યો હતો. એવામાં હવે ભારતીય ટીમ મેનેજમેન્ટે સૂર્યકુમાર યાદવને લઈને પોતાની રણનીતિ બદલી છે.  વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ મેનેજમેન્ટે સૂર્યકુમાર યાદવની બેટિંગ પોઝિશન બદલવાનો નિર્ણય કર્યો છે. હવે તેને ચોથા નંબર પર અજમાવવાને બદલે તેને 6 પર બેટિંગ માટે મોકલવામાં આવશે. ચોથા નંબર પર બેટિંગ કરતા સૂર્યકુમારની વનડેમાં સરેરાશ માત્ર 6 છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે આ નિર્ણય લીધો છે. 

સૂર્યા હવે 6 નંબર પર બેટિંગ કરતો જોવા મળશે
ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા સૂર્યકુમારને નવી ભૂમિકા સોંપવામાં આવી છે અને હવે તે 6 નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. સૂર્યા બીજી વનડેમાં પણ તે જ નંબર પર ઉતર્યો હતો અને તેણે 25 બોલમાં 24 રન બનાવ્યા હતા. જો કે એ વાત તો જાણીતી છે કે વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે નંબર-4નું સ્થાન મહત્વપૂર્ણ રહેશે. શ્રેયસ અય્યર, કેએલ રાહુલની ઈજાના કિસ્સામાં ટીમે આ નંબર પર  સૂર્યકુમાર યાદવને અજમાવવાનું નક્કી કર્યું. તેને વનડેમાં ચોથા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ આ નંબર પર બેટિંગ કરતા સૂર્યકુમારે 6 મેચમાં 6ની એવરેજથી માત્ર 30 રન બનાવ્યા હતા. કુલ મળીને તેણે 25 મેચમાં 24ની એવરેજથી 476 રન બનાવ્યા છે. આ જોઈને ટીમ ઈન્ડિયાએ પોતાના પ્લાનિંગમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 

ટી20માં સૂર્યકુમાર યાદવ ખૂબ સારું પ્રદર્શન કરે છે
હવે સૂર્યકુમાર યાદવ વનડેમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. ટી20માં પ્રેશરને કારણે સૂર્યકુમાર યાદવ ખૂબ સારું પ્રદર્શન કરે છે અને એ કારણે તેને આ નંબર પર રાખવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે મોટાભાગના પ્રસંગોએ આ નંબર પર બેટિંગ માટે આવતા ખેલાડીને બહુ ઓછા બોલ રમવા મળે છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર ટી20 શૈલીમાં બેટિંગ કરી શકશે. ODIમાં 6 નંબર પર બેટિંગ કરતી વખતે સૂર્યાએ 4 મેચમાં 107ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. 

સૂર્યકુમાર ડેથ ઓવરોમાં પોતાની કુદરતી રમત રમી શકશે
મળતી માહિતી મુજબ, સૂર્યકુમાર યાદવના વર્તમાન ફોર્મને લઈને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર, કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. ત્રણેયને લાગ્યું કે સૂર્યકુમારને ડેથ ઓવરમાં બેટિંગ કરવા મોકલવો જોઈએ. ટીમને લાગે છે કે સૂર્યકુમાર ડેથ ઓવરોમાં પોતાની કુદરતી રમત રમી શકશે. વિશ્વ ક્રિકેટમાં અત્યારે તેમના જેવો ભાગ્યે જ કોઈ બેટ્સમેન હશે જે પેસ અને સ્પિન બંને સામે આસાનીથી મોટા શોટ ફટકારી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ