ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SA T20I series India Won by 8 Wicket

IND vs SA / ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું, સુર્યકુમાર યાદવ અને રાહુલની ફિફ્ટી

Published By: Hiren

Last Updated: 10:43 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝનો પહેલા મુકાબલામાં ભારતની જીત થઇ છે.

ADVERTISEMENT

  • પહેલી T-20 મેચમાં ભારતની ધમાકેદાર જીત
  • ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું
  • સુર્યકુમાર યાદવ અને રાહુલની ફિફ્ટી

T-20 વર્લ્ડકપ પહેલા છેલ્લી T-20 સીરીઝ રમી રહેલી ટીમ ઇન્ડિયાની શાનદાર શરૂઆત થઇ છે. ભારતે તિરૂવનન્તપુરમાં રમાયેલી પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું છે. 107 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય મેળવી લીધું.

ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 50 અને કે.એલ. રાહુલે 51 રનોની અણનમ ઇનિંગ રમી અને ટીમ ઇન્ડિયાને જીત અપાવી દીધી. 3 મેચોની સીરીઝમાં ભારત 1-0થી આગળ છે. આ મેચમાં રોહિત શર્મા 0 અને વિરાટ કોહલી 3 રન બનાવીને આઉટ થયા હતા.

સૂર્યા અને રાહુલનો જલવો
ટૉસના સમયે કોઇને પણ જાણ નહોતી કે બેટિંગ માટે આ પિચ એટલી મુશ્કેલ થવાની છે. પહેલા સાઉથ આફ્રિકાએ માત્ર 9 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ ટીમ ઇન્ડિયાના બોલર્સે આફ્રિકાને માત્ર 106ના સ્કોર પર રોકી લીધા. શરૂઆતમાં ટીમ ઇન્ડિયાને 2 ઝટકા લાગ્યા, પરંતુ બાદમાં સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે કમાલની બેટિંગ કરી. ત્યારે જાણ નહોતી થઇ કે આ એજ પિચ છે, જ્યાં આફ્રિકન ટીમ સંઘર્ષ કરી રહી હતી. બન્ને બેટ્સમેનોએ 10.3 ઓવરમાં 93 રનોની ભાગીદારી કરી અને ભારતને જીત અપાવી દીધી.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IND vs SA ક્રિકેટ ભારત સાઉથ આફ્રિકા IND vs SA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ