બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs IRE: Arshdeep Singh creates history by taking 1 wicket, breaks Captain Bumrah's record

ક્રિકેટ / IND vs IRE: 1 વિકેટ લઈને અર્શદીપ સિંહે ઈતિહાસ રચ્યો, કેપ્ટન બુમરાહનો મોટો રેકોર્ડ તોડ્યો

Megha

Last Updated: 11:54 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs IRE: ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં અર્શદીપ સિંહના ખાતામાં માત્ર એક જ વિકેટ આવી પણ એ વિકેટ સાથે અર્શદીપ સિંહે જસપ્રીત બુમરાહનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

  • બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી
  • અર્શદીપ સિંહે પોતાના કેપ્ટન જસપ્રીત બુમરાહનો મોટો રેકોર્ડ તોડ્યો
  • T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો

IND vs IRE Arshdeep Singh: આયર્લેન્ડ સાથે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી છે. આ મેચમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પોતાના કેપ્ટન જસપ્રીત બુમરાહનો મોટો રેકોર્ડ તોડ્યો છે. હવે તે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. પહેલા આ રેકોર્ડ જસપ્રિત બુમરાહના નામે હતો, પરંતુ હવે અર્શદીપ સિંહ ટી-20નો નવો બાદશાહ બની ગયો છે. 

અર્શદીપ સિંહે બુમરાહનો રેકોર્ડ તોડ્યો હતો
ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં અર્શદીપ સિંહના ખાતામાં માત્ર એક જ વિકેટ આવી પણ તેને સૌથી મહત્વની વિકેટ લીધી. વાસ્તવમાં, આયરિશ ઓપનર એન્ડ્ર્યુ બલબિર્ની સારી બેટિંગ કરી રહ્યો હતો. તેણે 72 (51) રનની ઇનિંગ રમી હતી અને જો તે થોડો વધુ સમય રોકાયો હોત તો આ મેચ ભારતના હાથમાંથી નીકળી શકી હોત પણ ત્યાર બાદ અર્શદીપ સિંહે એન્ડ્ર્યુ બલબિર્નીની વિકેટ લીધી  અને ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. આ વિકેટ સાથે અર્શદીપ સિંહે પોતાની 50 T20 વિકેટ પૂરી કરી લીધી.

અર્શદીપે 33 ઇનિંગ્સમાં 50 ટી20 વિકેટ લીધી છે અને આ ફોર્મેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો ભારતીય ઝડપી બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ જસપ્રીત બુમરાહના નામે હતો જેણે 41 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.  બીજી તરફ ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ભારત માટે સૌથી ઝડપી 50 T20 ઈન્ટરનેશનલ વિકેટ લેવાનો રેકોર્ડ ચાઈનામેન બોલર કુલદીપ યાદવના નામે છે. 

ભારત માટે સૌથી ઝડપી 50 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ 
1. કુલદીપ યાદવ - 30 મેચમાં 
2. અર્શદીપ સિંહ - 33 મેચમાં
3. યુઝવેન્દ્ર ચહલ - 34 મેચમાં 
4. જસપ્રીત બુમરાહ - 41 મેચમાં 
5. રવિચંદ્રન અશ્વિન - 42 મેચમાં 
6. ભુવનેશ્વર કુમાર - 50 મેચમાં 

ભારતે બીજી T20 મેચ 33 રને જીતી લીધી હતી
આયર્લેન્ડે બીજી T20 મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. જ્યાં ઋતુરાજ ગાયકવાડ (58), સંજુ સેમસન (40) અને રિંકુ સિંહ (38)ની મહત્વની ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાએ 185/5નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં યજમાન ટીમ આયર્લેન્ડ એ માત્ર 152ના સ્કોર સુધી જ પહોંચી શકી અને ભારતે 33 રને મેચ જીતી લીધી. આ સાથે શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે.ઇન્ડિયાએ પ્રથમ મેચ ડકવાર્થ લુઈસના નિયમને આધારે બે રનથી જીતી હતી ત્યારબાદ આજની આ મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ જોરદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી છે અને સિરીઝ પર કબજો જમાવી ઐતિહાસ રચી દીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ