બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs AUS T20I Series Suryakumar yadav says i gave axar 19th over because he has bowled 19th and 20th overs before

ક્રિકેટ / IND vs AUS 3rd T20: 222 રન બનાવ્યા બાદ પણ ટીમ ઇન્ડિયાની કેમ હાર થઇ? સૂર્ય કુમારે કહ્યું 'અમે મેક્સવેલને જલ્દી આઉટ કરવા ઇચ્છતા હતા...'

Arohi

Last Updated: 09:56 AM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs AUS T20I Series: ગ્લેન મેક્સવેલની અણનમ સેન્ચુરી બાદ ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ટી20 સીરિઝમાં શાનદાર વાપસી કરી છે. મેક્સવેલે 20મી ઓવરના છેલ્લા બોલ પર ચેન્ચુરી મારીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી.

  • 222 રન બન્યા બાદ પણ ટીમ ઈન્ડિયાની હાર 
  • કેપ્ટન સૂર્યકુમારે જણાવ્યું કારણ 
  • કહ્યું- મેં અક્ષરને 19મી ઓવર...

ગ્લેન મેક્સવેલની અણનમ સેન્ચુરીના દમ પર ઓસ્ટ્રેલિયાએ ભારતના સામે ટી20 સીરિઝમાં શાનદાર વાપસી કરી લીધી છે. સીરિઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 222 રનનો શાનદાર સ્કોર ઉભો કર્યો. ઋતુરાજ ગાયકવાડે સેન્ચુરી મારી. પરંતુ મેક્સવેલના 48 બોલ પર અણનમ 108 રને કાન્ગારુ ટીમને છેલ્લા બોલ પર રોમાંચક જીત અપાવી. 

ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીત માટે 21 રન બનાવવાના હતા. મેક્સવેલે પ્રસિદ્ધ કૃષ્ણાના છેલ્લા 4 બોલ પર એક છગ્ગો અને 3 ચોગ્ગા માર્યા. 5 મેચોની સીરિઝમાં જોકે ભારતીય ટીમ હજુ પણ 2-1થી આગળ છે. મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે હારનું મોટુ કારણ જણાવ્યું છે. સીરિઝની ચોથી મેચ 1 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. 

2 ઓવરમાં બનાવવામાં હતા 43 રન 
ઓસ્ટ્રેલિયાને છેલ્લી 2 ઓવરોમાં જીત માટે 43 રન બનાવવાના હતા. સૂર્યકુમાર યાદવે 19મી ઓવર લેફ્ટહેન્ડ સ્પિનર અક્ષર પટેલને આપી. અક્ષરે ઓવરમાં 22 રન આપ્યા. મેચ બાદ કેપ્ટન સૂર્યાએ કહ્યું હતું કે અમે ગ્લેન મેક્સવેલને જલ્દી આઉટ કરવા માંગતા હતા. આજ અમારી પ્લાનિંગ હતી. પરંતુ ગુવાહાટીમાં ખૂબ જ ઝાકળ હતી. જેના કારણે ઓસ્ટેરેલિયાની ટીમ વિકેટ પડ્યા બાદ પણ મેચમાં બની રહી. ઝાકળના કારણે બોલરોને મુશ્કેલી થઈ રહી હતી. 

અક્ષર પટેલ અનુભવી બોલર 
અક્ષર પટેલને ઈનિંગની 19મી ઓવર આપવાના સવાલ પર સૂર્યકુમાર યાવદવે કહ્યું કે અક્ષર પટેલ પહેલા પણ 19મી અને 20મી ઓવર ફેંકી ચુક્યા છે. તેની પાસે અનુભવ છે. હું અંતિમ ઓવરોમાં અનુભવી બોલરોની સાથે જ જવા માંગતો હતો. પછી તે સ્પિનર હોય કે ફાસ્ટ બોલર. 

સૂર્યાએ ઓપનર બેટર ઋતુરાજ ગાયકવાડની સેન્ચુરી પર કહ્યું કે તેમણે શાનદાર ઈનિંગ રમી. મારા આઉટ થયા બાદ તેમણે ઈનિંગને આગળ વધારી. હું ફેંન્ચાઈઝી ક્રિકેટમાં પણ હંમેશા કહું છું કે ઋતુરાજ એક ખાસ ખેલાડી છે અને જે રીતે તેમણે બેટિંગ કરી તેનાથી તે દેખાઈ પણ આવ્યું. હાર બાદ પણ મારા ખેલાડીઓના પ્રદર્શનથી સંતુષ્ટ છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ