બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS: સિડની ટેસ્ટમાં ઉતરતા જ શુભમન ગિલે ડંકો વગાડ્યો, પોતાના નામે હાંસલ કરી મોટી ઉપલબ્ધિ
Last Updated: 08:23 AM, 3 January 2025
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ચાલી રહી છે, આ પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પાંચમી અને છેલ્લી મેચ આજથી (3 જાન્યુઆરી) સિડનીમાં શરૂ થઈ છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને કેપ્ટન જસપ્રિત બુમરાહે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં બે ફેરફાર સાથે ઉતરી છે. રોહિત શર્મા અને આકાશદીપ રમી રહ્યા નથી, તેના સ્થાને શુભમન ગિલ (Shubman Gill) અને પ્રસિદ્ધ કૃષ્ણાનો પ્લેઈંગ 11માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેચમાં શુભમન ગિલના રમવાની પુષ્ટિ થતાં જ તેના નામે એક ખાસ સેન્ચુરી નોંધાઈ ગઈ.
ADVERTISEMENT

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શુભમન ગિલની 100મી મેચ
ADVERTISEMENT
શુભમન ગિલ (Shubman Gill) ને મેલબોર્ન ટેસ્ટમાં તક મળી ન હતી અને ટીમ કોમ્બિનેશનના કારણે તેમને પ્લેઈંગ 11માં જગ્યા આપવામાં આવી ન હતી. જો કે, જ્યારે રોહિત શર્માએ સિડની ટેસ્ટમાંથી આરામ લેવાનો નિર્ણય કર્યો, ત્યારે ગિલની વાપસીનો રસ્તો સાફ થઈ ગયો અને આ રીતે તેમને તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી મેચ રમવાની તક મળી, જે એક ખાસ સિદ્ધિ છે.

ADVERTISEMENT
શુભમન ગિલ (Shubman Gill) આંતરરાષ્ટ્રીય સ્તરે 100 મેચ રમનાર ભારતના 58મા ખેલાડી બની ગયા છે. આ લિસ્ટમાં તેમનાથી આગળ ઘણા ખેલાડીઓ છે પરંતુ શુભમન ગિલ ભવિષ્યમાં પોતાનો રેન્ક સુધારી શકે છે. તેનું મુખ્ય કારણ શુભમનની ઉંમર છે. તે હાલ માત્ર 25 વર્ષના છે અને તેમને ભારતના ભાવિ સ્ટાર માનવામાં આવે છે. એવામાં જો ગિલ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે, તો તેઓ લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયાની જર્સીમાં પોતાની પ્રતિભા બતાવી શકે છે.
આ પણ વાંચો: રોહિત શર્માના નામે દુર્લભ રેકોર્ડ, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કેપ્ટન સીરિઝ વચ્ચે બહાર
ADVERTISEMENT
શુભમન ગિલના ઇન્ટરનેશનલ કરિયરના આંકડા
જમણા હાથના બેટ્સમેન શુભમન ગિલે (Shubman Gill) વર્ષ 2019 માં ભારત માટે તેમની ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી પરંતુ તે જ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસથી તેમને પ્રસિદ્ધિ મળી, જ્યારે તેમણે તેમની ટેસ્ટ ડેબ્યૂ કરી. ત્યારથી, ગિલે સતત સારું પ્રદર્શન કર્યું છે અને કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે. તેમણે તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 32 ટેસ્ટ, 47 વનડે અને 21 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન તેમણે 4700થી વધુ રન બનાવ્યા છે, જેમાં 12 સદી અને 23 અડધી સદી સામેલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.