બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કોહલી Out કે Not Out? અમ્પાયરના ફેંસલા પર સર્જાયો વિવાદ, ઓસ્ટ્રેલિયા ટેન્શનમાં! જુઓ Video
Last Updated: 08:45 AM, 3 January 2025
India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઈ રહી હોય અને આમાં કોઈ વિવાદ ન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. સિડનીમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું, જ્યાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ને આઉટ ન આપવાને લઈને વિવાદ થઈ ગયો છે. ભારતીય ઇનિંગ્સની આઠમી ઓવરમાં, સ્ટીવ સ્મિથે સ્કોટ બોલેન્ડના બોલ પર વિરાટનો કેચ પકડ્યો, જેને અમ્પાયરે પછીથી સંપૂર્ણપણે નકારી કાઢ્યો. હવે અમ્પાયરના આ નિર્ણયને લઈને હોબાળો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Once again Same shot 😤
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) January 3, 2025
Virat Kohli just survived from Golden Duck!#INDvsAUS pic.twitter.com/3skPwQ1fTb
પહેલા બોલ પર જરાક માટે બચી ગયો કોહલી
ADVERTISEMENT
બોલેન્ડે સૌથી પહેલા યશસ્વી જયસ્વાલને 10 રન પર આઉટ કરીને પોતાની ટીમને બીજી સફળતા અપાવી. આ પછી, તેણે બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી (Virat Kohli) ને પોતાના પહેલા બોલ પર સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો. સ્મિથે એક્રોબેટિક કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોતાનું સંતુલન ગુમાવ્યા બાદ તેણે શાનદાર રીતે બોલ નજીકના ફિલ્ડરને પાસ કરી દીધો.

ADVERTISEMENT
આ પણ વાંચો: IND vs AUS: સિડની ટેસ્ટમાં ઉતરતા જ શુભમન ગિલે ડંકો વગાડ્યો, પોતાના નામે હાંસલ કરી મોટી ઉપલબ્ધિ
અમ્પાયરે વિરાટના પક્ષમાં આપ્યો નિર્ણય
ADVERTISEMENT
જો કે, ઓસ્ટ્રેલિયાની વિરાટ (Virat Kohli) ને આઉટ કરવાની ખુશી લાંબો સમય ટકી ન શકી કારણ કે રિપ્લેમાં દર્શાવવામાં આવ્યું કે સ્મિથે બોલ અન્ય ફિલ્ડરને પસાર કરતી વખતે તે જમીનને ટચ થઈ ગયો હતો. આ પછી ટીવી અમ્પાયર જોએલ વિલ્સને ભારત અને કોહલીના પક્ષમાં નિર્ણય આપ્યો, જેના કારણે કાંગારૂ ટીમ નિરાશ થઈ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.