બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 11:14 PM, 25 September 2022
ADVERTISEMENT
હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવી દીધું. ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 186 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 187 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 19.5 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા.
A match-winning 6️⃣9️⃣-run knock from @surya_14kumar and he is our top performer from the second innings in the third #INDvAUS T20I. 👏👏 #TeamIndia
— BCCI (@BCCI) September 25, 2022
A look at his batting summary 🔽 pic.twitter.com/ZHqpdVBERI
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા સામે ભારતનો જોરદાર રેકૉર્ડ
ભારત તરફથી આ મેચમાં સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રનની ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ રહ્યા. ત્યારે, વિરાટ કોહલીએ પણ 48 બોલમાં 63 રનની ઇનિંગ રમી, તેમણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા. અંતમાં હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 25 રનની ઇનિંગ રમી મેચ ફિનિશ કરી.
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 3 મેચની ટી-20 સીરીઝમાં 2-1થી હરાવી દીધું છે. મોહાલીમાં ભારતને હાર મળી હતી, પછી નાગપુરમાં 8 ઓવરની મેચમાં ટીમ ઇન્ડિયાને જીત મળી અને હવે હૈદરાબાદમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને સીરીઝ જીતી લીધી છે.
ટી 20 ક્રિકેટમાં ભારતનો રેકૉર્ડ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘણો સારો છે. બન્ને ટીમો વચ્ચે હજુ સુધી 26 ટી-20 મેચ થઇ છે, જેમાં ભારતે 15 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 10 મેચ જીતી છે. એક મેચનું પરિણામ હજું નથી નીકળ્યું.
છેલ્લી ઓવરમાં જઇને જીત્યું ભારત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો. છેલ્લી ઓવરમાં જઇને ટીમ ઇન્ડિયાએ આ મેચમાં જીત મેળવી. ભારતને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂરિયાત હતી. અહીં ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીની વિકેટ પણ ગુમાવી હતી પરંતુ હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયાને જીત અપાવી દીધી. મેચ જીતવાની સાથે જ ભારતે સીરીઝ પણ 2-1થી પોતાના નામે કરી લીધી.
સ્કોર બોર્ડ :
ઓસ્ટ્રેલિયા તરફથી આ મેચમાં ટિમ ડેવિડે માત્ર 27 બોલમાં 54 રનોની ઇનિંગ રમી, જેમાં 4 છગ્ગા સામેલ રહ્યા. તે સિવાય કેમરૂન ગ્રીને માત્ર 21 બોલમાં 52 રનોની ઇનિંગ રમી. ઓસ્ટ્રેલિયાને તેજ શરૂઆત મળી હતી પરંતુ તેમની ઇનિંગ વચ્ચે થોટો સમય માટે પાછી પડી હતી.
3RD T20I. India Won by 6 Wicket(s) https://t.co/g9kw53QBl0 #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) September 25, 2022
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.