બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / વડોદરા / Income Tax's mega search operation in RR Cable Company, raids at more than 30 places, share price crashes

BIG BREAKING / RR કેબલ કંપનીમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, 30 થી વધુ સ્થળો પર દરોડા, શેરના ભાવમાં કડાકો

Vishal Khamar

Last Updated: 05:26 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં આવેલ આર.આર,.કેબલ કંપનીમાં વહેલી સવારે અચાનક ઈન્કમટેક્ષ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ઈન્કમટેક્ષની રેડનાં પગલે આર.આર.કેબેલનાં શેરનાં ભાવમાં પણ કડાકો બોલ્યો હતો.

  • વડોદરા આર.આર.કેબલ કંપની પર આઈટીની રેડ
  • મુંબઈ, અમદાવાદ, સુરત, સેલવાસ તેમજ વડોદરા હેટ ઓફીસ ખાતે દરોડા
  • આર.આર.કેબલ પર રેડ પડતા શેરનાં ભાવમાં ઘટાડો

 વડોદરાનાં વાઘોડીયા જીઆઈડીસીમાં આવેલ વાયર તેમજ કેબલનું ઉત્પાદન કરતી જાણીતી બનેલી આર.આર.કાબેલ ગ્રુપ પર ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આઈટી વિભાગે સુરત, વડોદરા, અમદાવાદ, સેલવાસ, મુંબઈ સહિત 40 થી વધુ જગ્યાએ ઈન્કમટેક્ષ વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 

વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 15 જેટલા અધિકારીઓ ત્રાટક્યા
વડોદરા ખાતે આવેલ કંપનીની હેડ ઓફીસ ખાતે આજે વહેલી સવારથી જ ઈન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી હતી. ત્યારે સવારની શિફ્ટમાં નોકરી પર ગયેલા 40 જેટલા કર્મચારીઓને કંપનીનાં ઓડિટોરિયમમાં બેસાડ્યા હતા.  ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટીનાં અધિકારી-કર્મચારીઓ ટીમ ત્રાટકી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા છે. 

વડોદરાની હેડ ઓફીસ ખાતે વણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે વહેલી સવારે વડોદરામાં આર.આર.કેબલ પર આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વહેલી સવારથી 15 જેટલી આઈટી અધિકારીઓની આર.આર.કાબેલની વડોદરાની હેડ ઓફીસ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.  મળતી માહિતી મુજબ સવારની શિફ્ટમાં કંપની ખાતે પહોંચેલા કર્મચારીઓને કંપનીનાં ગેટ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. જે બાદ 40 જેટલા કર્મચારીઓનાં ફોન જપ્ત કરી તમામને એડિટોરિયમમાં બેસાડવામાં આવ્યા હતા. 

બેંક એકાઉન્ટોની પણ વિગતો એકત્રીત કરી
આઈટી ની ટીમ દ્વારા કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી કંપનીમાં ઉત્પાદન અને વેચાણની વિગતો કબ્જે કરી હતી. તેમજ આઈટી વિભાગ દ્વારા કાચા રો-મટિરિયલને લગતા તમામ ડેટાની વિગતો મેળવી હતી. તેમજ કંપનીનાં એકાઉન્ટ વિભાગનાં હેડ પાસેથી બેંક એકાઉન્ટોની પણ વિગતો એકત્રીત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આઈટી વિભાગ દ્વારા કેટલાક દસ્તાવેજો પણ કબ્જે કર્યાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 

રેડ બાદ શેરનાં ભાવમાં ઘટાડો
વડોદરામાં આર.આર,કેબલની કંપનીમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેની અસર તેનાં શેરનાં ભાવમાં પડી હતી. ત્યારે રેડનાં સમાચાર વાયુ વેગે શેર માર્કેટમાં પ્રસતરા આર.આર.કેબલનાં શેરમાં 19.50 રૂપિયા તૂટ્યો હતો. આર.આર.કેબલનાં શેરનાં ભાવમાં 1.18 ટકાનો ઘટાડો થયો હતો. જે બાદ આર.આર.કેબલનાં શેરનો ભાવ રૂ. 1640 થયો હતો. ત્યારે આર.આર.કેબલ વાયર, ઈલેક્ટ્રોનિક્સ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ